પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫

તેમને મારવા લાગ્યા, અને જમાલ અહીં ક્યાંથી તે વિચારમાં પડ્યા. જમાલને જેઈ શઠરાયનું મ્હોં ઉતરી ગયું; આશ્ચર્ય, ઉંડા વિચાર, અને ખેદમાં તે પડી ગયો; નીચી રાખેલી આંખો ત્રાંસી કરી બુદ્ધિધનભણું ન્યાળવા. લાગ્યો, અને ઉભે ઉભે ખશીયાણો પડી જઈ ધરતીમાં કળી જતો હોય તેમ શિથિલ વિકારને વશ થઈ ગયો. જમાલ શઠરાયનું પોતાનું માણસ છે એ રાણો સારી રીતે જાણતો હતો. 'હવે જમાલ અહીંયાં નીકળ્યો એ બાબત શો ખુલાસો કરવો ? ગમે તે ખુલાસો કરીશું પણ રાણો શી રીતે માનશે ? રાણાના કોપનું સમાધાન શી રીતે થશે અને એ કોપનું ફળ શું નીવડશે ? આટલી મોળ કર્યા છતાં પત્તો ન લાગ્યો અને આજ જમાલ આ પ્રકારે શાથી, શી રીતે, શા કારણથી, શું કરવા, અને કોની પ્રેરણાથી આવ્યો હશે ? દુષ્ટરાય હજી કેમ ન આવ્યો ? અા સર્વ બનાવો અને રામભાઉનું પ્રકરણ એ સર્વે વચ્ચે સંબંધ તો નહીં હોય ? અને એ પ્રકરણોનો સૂત્રધાર અમાત્ય જ હશે – અથવા એ ન હોય તો બીજું કોણ હોય ?–' એવા એવા અનેક તર્કમાં પડતું સુવર્ણપુરના જુના કારભારીનું ચિત્ત, ક્ષિતિજ બ્હાર ઉભેલા બીજા કોઈ જયોતિનો પ્રકાશ – ભાગ્યનું દ્વાર ઉઘાડવા તત્પર થયેલા કોઈ ન દેખાતા પરાક્રમીનો હાથ દ્વારની સાંકળ આગળ ઉભેલો – જેવા લાગ્યું, અને સૂર્યનો કિરણ જોઈ ચંદ્ર અસ્ત થાય તેમ અંતરમાં ઝાંખું પડવા લાગ્યું. તેની સમયસૂચકતા જતી રહી, ભાન ખસી ગયું, અમંગળ શંકાઓ અને ભય ચિત્ત પર ચ્હડી બેઠાં, અને આવતી આપત્તિને બળે પોતાના પાસામાંથી ખસી જનાર સર્વે મંડળમાં પોતાની બુદ્ધિ જ અગ્રેસર થઈ હોય એમ લાગ્યું. જગતના જાણવા પ્હેલું પોતાનું ભવિષ્ય પોતે જ વર્તી ક્‌હાડતા જેવું ચિત્ત નિર્બળ થઈ ગયું. બુદ્ધિ સાથે ધૈર્ય ગયું અને ક૯પનારાત્રિને કાળો અંધકાર પડ્યો અને તેથી એની નજર આગળ કંઈ કંઈ ભૂતો નાચતાં ખડાં થયાં. ભૂતકાળના પ્રપંચો અને પાપોનું ભયંકર નૃત્ય શ્મશાનમાં ઉભેલા જેવા તેના દીન મનને ધ્રુજાવવા લાગ્યું. વિજયસેન પાસે રાણાએ મ્હાવાને પકડાવ્યો હતો તેમાં પોતે કૃત્રિમતા સમજતો હતો તેને ઠેકાણે ભયંકર સત્ય જણાયું. આપત્તિકાળના મિત્ર જોશી જેવી ખોટી આશા તેને વ્યર્થ વ્હાવા લાગી અને તે છતાં ભય ઓછું થયું નહીં. તેને કાંઈ સુઝ્યું નહી અને બુદ્ધિ પણ અવળી ફરી બેઠી. સર્વ સંપત્તિનો નાશ મન પાસે આવી ઉભો ર્‌હેતાં એકલા દુષ્ટરાયપર ચિત્ત ચ્હોટયું અને તેની ચિંતામાં પડ્યું. મડદું બની જતાં શરીરના રુધિર પેઠે એની વૃત્તિ ઠીજી ગઈ - જડ થઈ ગઈ અાણીપાસ અમાત્યનો ઉત્સાહી પ્રયત્ન પાણીદાર ઘોડા પેઠે વેગભર દેાડતો હતો ત્યારે અા કારભારી બદલે ગળીયા બળદ જેવો થઈને એક ખુરસી પર