લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨

પર કાંઈ નવીન અસર કરી. નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર હો કે ન હો પણ કુમુદના મનમાં તો ખાતરી થઈ હતી કે એ તો એ જ – બીજું કોઈ નહી. પૂર્વ સંસ્કાર તેના મનમાંથી ખસતા ન હતા. મદનનો તેણે તિરસ્કાર કર્યો હતો પણ સ્નેહ દુર થઈ શકતો ન હતો – અને મદનના ભણીની પણ એટલી જ બ્‍હીહ હતી. “સરસ્વતીચંદ્ર–નવીનચંદ્ર–સરસ્વતીચંદ્ર-અાપણો અાવો સંબંધ તે ઈશ્વરે શું કરવા ઘડ્યો હશે ? – અરેરે ! દુષ્ટ હૃદય ! બાહ્ય સંસારને અનુકૂળ થઈ જતાં તે તને શા ઘા વાગે છે ? હે ભગવાન્‌ ! મ્હારાઉપર તે આ શો કોપ ?” તેનું મુખ ગરીબડું બની ગયું. તેનું અંતઃકરણ ડસડસી રહ્યું. અંતર્થી બ્‍હાર નીકળતું રોજનું બળ અને બ્‍હારથી તેને ખાળી રાખવાનું બળ: જાણે કે એ બે બળની વચ્ચે આવી ગયો હોય તેમ નીચલો ઓઠ બ્‍હાર વળી ફરફડવા, રોવા લાગ્યો અને અવશ હાથ લખવા લાગ્યોઃ

“ પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય !
“ જીવતી પણ જડસમી પ્રિય મૂર્તિ જોઈ નયન અકળાય !
“ પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે !–નહીં બોલું !
“ અપ્રસંગ ભજવતું મર્મસ્થળ ક્યાં ખોલું ? ”

ગાલે હાથ દેઈ લખેલું ગાયું અને અાંખો લ્હોતી ૯હોતી વળી સજજ બની લખવા બેઠી:

“ ધર્મ તણે શરીર જડ તો રહી શકે જડ–સાચે !
“ પણ ચેતન મન કહ્યું ન માને-નહીં ધર્મને ગાંઠે.
“ એક ભવે ભવ બે, નદજુગના જેવા, સંગમ પામે
“ તે વચ્ચે તરતી અબળાનો છુટકો તો જીવ જાતે !”

છેલ્લાં બે પદ ગાતી “ હાય હાય ” કરતી એ કલમ દુર નાંખી; અને ખુરશીની પીઠ ભણી અવળી ફરી, વિશાળ મેડી પર અને સામી બારી બ્‍હારના અંધકારપર દ્રષ્ટિ કરતી, બેઠી.

“પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે ! – નહી બોલું” એ પદ વારંવાર ગાતી ગાતી “ શું એમ જ ? હાય હાય !” એમ કરતી જાય અને રોતી જાય.“ ઓ મ્હારા સરસ્વતીચંદ્ર મ્હારે તમારે બોલવા વ્યવહાર સરખો પણ નહી – હાય ! હાય ! એ તે કેમ ખમાય ?” એમ કરી આવેશમાં ને આવેશમાં ખુરશીના તકીયા પર માથું કુટ્યું. મનની વેદનાનાં શરીરની વેદના જણાઈ નહીઃ ક્ષણવાર ત્યાંને ત્યાં જ માથું રહ્યું અને દુઃખમાં મીંચાયલી જાગૃત અાંખ અાગળ વળી સરસ્વતીચંદ્ર આવી ઉભો. વિદ્યાચતુરને ઘેર