ઉપર જ પાડી હતી. કુમુદસુંદરી સ્તબ્ધ હતી પણ તેની છાયા દીવાની જ્યોતને અનુસરી હાલતી હતી. એ છાયાનું કદ કુમુદસુંદરી કરતાં મ્હોટું હતું. બારી ઉઘાડવા પ્રસારેલી હાથેલીની છાયા સાંકળ અાગળ હતી અને તે પણ કશાની “ના ના” કરતી હોય તેમ હાલતી હતી.
કુમુદસુંદરી શું તું અનાથ છે ? શું ત્હારી વિશુદ્ધિનું આવી ચુક્યું ? શું બ્હારનાં ભયથી મુકત થઈ - એકાંત પ્રમાદધનશુન્ય મેડીમાં - સુવા વારો અાવ્યો એટલે ત્હારી વિશુદ્ધિ ચળી ? શું ત્હારી વિશુદ્ધિનો અવકાશ પ્રસંગની ન્યૂનતાને લીધે જ આજ સુધી હતો ? અરેરે ! શું ઈશ્વર શુદ્ધિનો સહાયભૂત નથી થઈ પડતો ? શું તે ત્હારા જેવી શુદ્ધ સુન્દર હૃદયવાળી અબળાને મહા નરકમાં પડતી જોઈજ ર્હેશે અને તને તારવા હાથ સરખો નહીં ધરે ?
કમાડઉપર પોતાની છાયા પડેલી જોવા મદન–અંધા અશક્ત નીવડી. આલોક અને પરલોકને તિરસ્કાર કરી, લજ્જાને લાત મારી, ભયને હસી ક્હાડી, વિશુદ્ધિને મૂર્છા પમાડી, અને હૃદયને સુતું વેચી, સામેનું દ્રાર ઉઘાડવાનું સાહસ કરવા વિષમય નાગ જેવો હાથ ધર્યો ! હાથમાં જીવ આવ્યો તેની સાથે અાંખમાં પણ જીવ આવ્યો:– દેશનું અંતર પળવારમાં કાપી પોતાની પ્રિય પુત્રીને ઉગારવા ગુણસુંદરીનો શુદ્ધ વત્સલ અાત્મા છાયારૂપે રત્નનગરીમાંથી અચીન્ત્યો દોડી આવ્યો હોય તેમ દ્વાર પરની મા જેવડી છાયા પોતાની માતા જેવી લાગી અને ધસેલા હાથને ઝાલતા જેવો છાયાહસ્ત સામો ધાયો. હાથ દ્વારને અડકતાં જ કુમુદસુંદરી ભડકી અને એકદમ હાથ પાછો ખેંચી લઈ ઉભી. મચ્છેન્દ્રે ગોરખને અચીન્ત્યો જોયો તેમ પોતે પણ છાયા ભણી ફાટી ભડકેલી અાંખે જોઈ હીન બની, હાથ જોડી અાંગળીયોમાં અાંગળીયો પરોવી, ઉભી. ભરતી બીજીપાસ વળવા લાગી. નવો જીવ આવ્યો અને દુર્યોધનની ભર-સભામાં અશરણ બનેલી દ્રૌપદીનું રક્ષણ કરવા દ્વારિકાથી કૃષ્ણ આવ્યા ને સર્વને અદ્રશ્ય પણ પોતાને દ્રશ્ય દીનબંધુને અચીન્ત્યા જોતાં પાંચાળીને હર્ષ થયો હતો તેનાથી અનેકધા વિશેષ હર્ષ પામતી અદ્રશ્ય પવિત્ર જનનીમૂર્તિ દેખાતી બાળા માતા જેવી છાયાસામું જોઈ રહી, અને પોતાની લજજા ઢાંકવા આવેલી જનની અાગળ નીચું જોતી અાંખમાંથી અાંસુની ધારા સારવા લાગી. મુખ માત્ર છિન્નભિન્ન સ્તવન કરી રહ્યું : પોતે શું ક્હે છે – કોને કહે છે તેનું ભાન ન રહ્યુંઃ યદ્રચ્છાવસ્તુ જીભ પર નાચી રહી :
“બ્હેના વિશુદ્ધિ ! બચી તું મરતી–જીવી ! જીવી ! તું રહી ” “ ઓ મ્હારી માવડી ! અહીંયા પણ મ્હારી વિશુદ્ધિ ત્હેં સાચવી ? હેં !” પવનમાં અને છાયામાં કોઈ પવિત્ર સત્વ ઉભું લાગ્યું. મુખમાં પવિત્ર