પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

જાણ્યું. મ્હોં ઉપર આનંદ ઉત્પન્ન કર્યો અને રંગમાં ભંગ પડ્યો હતો તે જતો રહ્યો. સઉ પાછાં વિનોદમાં પડ્યાં. ખાટલો ખુંચવા લાગ્યો અને સઉ ઉઠ્યાં. વનલીલા અને કુમુદસુંદરી અાંગળીએ વળગી તળાવ ભણીની બાજુએ ચાલ્યાં. અલકકિશોરીયે કુષ્ણકલિકાને ગળે હાથ નાંખી વાડા વચ્ચોવચ ફરવા માંડ્યું. રાધા મોગરાના છોડની ડાળ હલાવતી ઉભી.

અલકકિશોરી કુષ્ણકલિકા સાથે વાતોમાં પડી. “ અલી, ખરેખરું બોલજે કાલ પેલાં નણંદ ભોજાઈ જતાં હતાં અને અગાડી જમાલ ને મેરુલો હતો તેમાં મેં મ્હોં મરડ્યું તેથી એ કાંઈ બોલ્યાં ?”

"ના, ના.”

"રાંડ કાળકા માતા, ખરું બોલ !” કહી ગળાપરના હાથ વડે ઉન્મત્ત કિશોરીયે કુષ્ણકલિકાને ગાલે ચુંટી ભરી.

“બળ્યું, આમ ચુંટી શું ખઈણો છો જે ? તમારા ઘરમાં જ સુવર્ણપુરનું રાજય હશે” કહી કૃષ્ણકલિકાએ ડોકું ધુણાવ્યું. અલકકિશેરીયે એને એ હાથવડે બાથભરી જોરથી ડાબી.

“બોલ, બોલ, હવે ડાહીલી."

“જેવું તમે કર્યું તેવું તેણે કહ્યું."

" શું કહ્યું ?"

"આ ખલકનંદાએ એ કહ્યું જો – અા જોને આજકાલની ટીચકુડી ! સતી થઈ બેઠી છે ! હું ખરી જે એનો મદ ઉતારું.”

"મેર, રાંડ, તું તે શું ઉતારનારી હતી ? – પછી ?”

રુપાળી બોલી કે “ચારણી કરબડાને હસે છે. અા જોને.”

"જોયું, જોયું. મ્હારી વાત કોણ કરનારું હતું જે ? કુવામાં હોય ત્યારે હવાડામાં આવે કની ? મ્હારામાં કવાણો નહી હોય તો એ વાત શી કરશે?”

"કોઈ બોલે સાચું તો કોઈ બોલે જુઠું. કોણ સાચું જુઠું જોવા જનાર છે ?”

“જીભ ખેંચી નાંખું, મ્હારી વાત કરે તો.”

"કારભારીની દીકરી છે.”

અલકકિશોરીયે ઓઠવડે પૂકાર કર્યોઃ-

“બહુ સારું, કારભાર કેવો ર્‌હે છે તે જોશે. ”

“પણ, બ્‍હેન, આપણે અભિમાન ન રાખીયે. ગમે તેટલું પણ એ મ્હોટા ઘરની.”

“ વારું, વારું. આ એની સાથે કની તો હું બોલુંયે નહી.”