પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭

સુવર્ણપુરકુ ભેજ દિયા ! હા હા હા હા !” અબ્દુલ્લો ખડખડ હસવા લાગ્યો. માનચતુરે શંકરનું ઓળખાણ કર્યું. સઉ એક બીજાને ઓળખવા, સત્કાર કરવા, અને ભેટવા લાગ્યાં. આખરે શંકર માનચતુરને થયેલા બનાવનું અથ-ઇતિ વર્ણન કરવા લાગ્યો. બ્હારવટિયાઓ સાથે એણે બુદ્ધિધનની બુદ્ધિનું અને નીતિનું શુદ્ધ અનુકરણ કર્યું – બુદ્ધિધનની શાળામાં ઘડાયાની પરીક્ષામાં સફળ નીવડ્યો – यद्यदाचरति श्रेश्ठस्तत्तदेवेतरोजनः ॥ મહારાણા ભૂપસિંહનો છેલ્લો શત્રુ અસ્ત થઇ ગયો. સર્વ મંડળના મુખપર પ્રસન્નતાની છાપ પડી રહી. માનચતુરે કહ્યું, “મ્હારા બહાદુર સ્વારો, હવે જરા ઘોડાપરથી ઉતરો. આખી રાતના થાકેલા ઘોડાઓને વિશ્રામ આપો અને સુભદ્રાનું તાજું પાણી પાવ, તમે પણ પાણી પી જરા સ્વસ્થ થાવ. મુખી, તમને એકલાને આ આરામમાંથી બાતલ કરવા પડશે. મનહરપુરી જાવ, અને ગુણસુંદરી ચિંતાથી સમાચારની વાટ જોતાં હશે તેમની પાસે સત્વર જઇ વધામણી ખાઓ અને કહો કે બે ચાર કલાકમાં કુમુદને લઇ અમે આવિયે છિયે.” વાક્ય પુરું થતામાં મુખી અને તેનો ઘોડો વેગભર મનહરપુરીને ભાગે અદૃશ્ય થઇ ગયા. બીજાં માણસો ઘોડાઓ ઉપરથી ઉતરી પડ્યાં, ઘોડાઓને થાબડવા, તેમની ચાકરી કરવા, તેમને પાણી પાવા, પોતે પાણી પીવા, વાતો કરવા, બીડીઓ પીવા, અને પાનસોપારી ખાવા મંડી ગયાં. માત્ર શંકર ઘોડા ઉપરથી ન ઉતરતાં ચારે પાસ ઘોડો ફેરવતો અને અને ચારે દિશામાં લાંબી નજર નાખતો એકલો ફરવા લાગ્યો.

માનચતુર ઘોડેથી ઉતરી રથ પાસે જઇ . કુમુદસુંદરીને ક્‌હેવા લાગ્યો: “બ્હેન, સઉ વીસામો લે છે એટલામાં ગમે તો જરી ઉતરો અને નદી પાસે હરો ફરો. ફતેહસિંહ, નદી પાસે રથની જાજમ નંખાવ, બ્હેન બેસે અને પાણીબાણી પિયે.” કુમુદનો હાથ ઝાલી રથમાંથી ઉતારી, પોતાને કૃતકૃત્ય માનતો ગર્વથી ફુલતો પ્રચંડ દેખાવનો શૂરવીર ડોસો નીચો વળી ધીમે ધીમે ચાલતી નાજુક પૌત્રીને જાજમ ભણી અંત્યત વ્હાલથી દોરી ગયો, ત્યાં એને બેસાડી, પાસે પોતે બેઠો, ' હરભમ બેઠો, બીજા બેચાર જણ જરી છેટે બેઠા, ચારે પાસના પદાર્થો કુમુદને બતાવવા લાગ્યા, બીજી આનંદની વાતો કરવા લાગ્યા; . અને એની પાસે રુપાના કળસમાં નદીનું નિર્મલ પાણી આણી ધર્યું . તે એણે રુપેરી હાથે લીધું.

આ સર્વ દેખાવમાં શંકરને અસ્વસ્થ જોઇ માનચતુર