પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨

ચાલ્યો અને તેને ચાલતો જેઈ તેની પાછળ માનચતુરે નિઃશ્વાસ મુકયો. વૃદ્ધ અને અશકત, ધર્મધ્યાનવાળાં અને વહેમી પણ પ્રસંગે સઉ આવું મુકનારાં, બોલે ખરાં પણ માંહ્યથી વ્હાલવાળાં, ડેાશી વહુના ખાટલાની પાંગતપર જઈ બેઠાં અને કામ કરવામાં તત્પર દીકરી ચંચળ પાસે હેરાફેરી કરાવી વહુની સરભરા પોતાના અનુભવ પ્રમાણે કરવા લાગ્યાં. ગુણસુંદરીનું દરદ વધતું ગયું, તે ત્હાડી થઇજતી હતી, અને ખરેખર બેભાન થતાં થતાં ભાન આણી અંબોડે કુંચી હતી તે ઉપર હાથ મુકી આંખમાં આંસુ આણી સુન્દર ભણી નજર કરી “લ્યો, આપજો.” એટલું બોલી પોપચાં ઢાળી દઈ આંખ મીચી બેભાન થઈ ગઈ અને કુંચી છોડતી છોડતી સુન્દરગૌરી અત્યન્ત રોવા લાગી. એનાપર ગુણસુંદરીને આવે વખતે પણ આટલો વિશ્વાસ જોઈ એક ચંડીકાનાં ચસમાં ફરી ગયાં પણ એના શીવાય સઉનાં કાળજાં ધડકવા લાગ્યાં અને નકામી જેવી દુ:ખબા પણ કામની થઈ. બધાં વચ્ચેથી ઉઠી વડીલ પાસે આંખ લ્હોતી લ્હોતી એ ગઈ અને હળવે રહી તેમની ઓરડીના ઉમર પર ઉભી રહી બોલી: “ભાઈને કોણ બેલાવશે ? મને ભાભીની આશા નથી” કહી રોહી પડી. સુન્દરને બીચારીને આવા પ્રસંગનો અનુભવ ન હતો તે સાસુ અને નણંદો સામું રોતી રોતી જોઈ રહી અને શું કરવું તે સુઝયું નહી. અનુભવી ચંચળ અગ્નિ કરી ગરમ ઔષધો આણી આણી સુન્દરની મદદથી શેક કરવા લાગી અને શરીર પર ગરમ ઔષાધો ઘસવા લાગી.

માનચતુર ચાલી શકતો ન હતો, છતાં લાકડી લેઈ ઉઠ્યો અને વિચાર કરવા લાગ્યો કે હું છોકરાને તેડવા જઈશ તો ઘરમાં કોઈ પુરુષ નથી. એકદમ વિચાર નક્કી કરી બારણા આગળ બેસવાનું દુઃખબાને સોંપી તે જાતે બ્હાર નીકળે છે એટલામાં સુઇયાણી મળી અને આઘે વિદ્યાચતુરને લેઇ ગાનચતુરને આવતો દીઠો. ગાનચતુરને આટલું સુઝયું જોઈ પિતાને સંતોષ વળ્યો. સુઈયાણી દુ:ખબા જોડે ગજારમાં ગઈ અને બે ભાઈઓ ઘરના બારણામાં ઉતાવળા ઉતાવળા પેઠા. સુન્દરને સઉને ઘસારો લાગ્યો એટલે ઉતાવળી આંખે હાથ દેતી દેતી બ્હાર આવી, વિદ્યાચતુરના હાથમાં કુંચી મુકી, અને ભય ઉપજાવનાર સમાચાર કહી વીજળીની પેઠે પાછી ચાલી ગઈ, વિદ્યાચતુર ભાઈને ડાક્‌તરને તેડવા મોકલી પોતે મેડીપર ગયો, અત્યન્ત શોકના પ્રથમ અનુભવથી ચમકવા લાગ્યો, શરીર ધ્રુજવા અને ત્હાડું થવા લાગ્યું, કંઠ ગદ્‍ગદ થયો, ગાલ બેસી જતા હોય એમ અવસન્ન થયા, કપાળ સંકોચાઈ