પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯


નેત્ર મીંચાયાં અને નિદ્રા આવી તેની સાથે પોતે સુતો હતો ત્યાં એક પાસ હસતી હસતી કુમુદસુંદરી બેઠી છે એવું સ્વપ્ન થયું. સ્વપ્નની સહચરી સ્વપ્નના પુરુષનો હાથ ઝાલી બોલતી હતી:

“જોગી, તું જોગણનો ગુરુ થાજે,
“જોગણને તું જોડે સોડે સ્હાજે.
“જોગી, જ્ઞાન ભેગો તું રસ લ્હાજે !
“અલખ પ્યાલા લખરસના પાજે.
“રુડા સ્વપ્નસાગરમાં તરજે,
“જોગી, જોગ પ્રિયરસનો ધરજે.”


પ્રકરણ ૬.
સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ;
સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન

રસ્વતીચંદ્ર નિદ્રાવશ થયે પા ઘડી ભાગ્યે થઈ હશે એટલામાં અલખપુરી આવ્યો, અલખ-રહસ્યનું પુસ્તક આણ્યું, તેના મંત્રોના વિવરણ આગળ પાંદડાંની સંજ્ઞા મુકી, પુસ્તક સરસ્વતીચંદ્રની પાસે મુકી, પાછો ચાલ્યો ગયો. સરસ્વતીચંદ્ર જાગ્યો અને પાસે પડેલું પુસ્તક ઉઘાડી વિવરણ વાંચવા મંડી ગયોઃ-

*अथाघुना लक्ष्यालक्ष्यरहस्यमुच्यते || तत्र लक्ष्यत इति लक्ष्यं न लक्ष्यत इत्यलक्ष्यम् || केन लक्ष्यते नालक्ष्यते वेति चेत् प्राकृतै- [૧]


  1. * ભાષાંતર:-હવે લક્ષ્યાલક્ષ્ય એટલે લખ અલખનું રહસ્ય કહીએ છીયે. એમાં લક્ષ્ય એટલે લખ એટલે જે જોવાય તે; અને જે ન જોવાય — ન જોઈ શકાય-તે અલક્ષ્ય એટલે અલખ. એમાં જોનાર તથા ન જોનાર તે પ્રાકૃત એટલે અશિક્ષિત દૃષ્ટિવાળાં લોક લેવા, કારણ શાસ્ત્રાદિ સાધનથી વધારે સૂક્ષ્મ દૃષ્ટિધરનારા જન તે પ્રાકૃત જનથી ન જોવાય તે જ વસ્તુ જુવે છે અને તે જોવાની રીતનો ન્યાય, “જે સર્વ ભૂતોની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે” એ આદિ વાક્યોમાં, આવે છે અને પ્રાકૃત જનોના લક્ષ્યથી તો એ મહાત્માઓ વિપરીત દિશામાં દૃષ્ટિ કરે છે - તેને જોવું ધારે તો જોઈ શકે છે પણ એણી પાસ એમની દૃષ્ટિ વળતી નથી. હવે આવા અલક્ષ્ય-અલખ-ને લખ કરવાવાળા - જોનારા - યોગીનું સ્વરૂપ ભગવાન લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તકાર (૧૦૦-૧૦૨

</ref>