પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦

हिरण्यमेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ǁ तत त्वं पूपन्नपावृणु सत्यधर्माय दृष्टये ǁ इतिशावास्यम ǁ अत्र पात्रं संपुष्य धर्मो भवति तच्चापावृत्य दृष्टिर्वोधो भवतीति ग्राह्यम् ǁतथा च मुण्डके ǁ हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलमिति ब्रह्मासेर्हिरण्मयः कोशः स रक्षितव्य एव न त्याज्यः ǁ तद्रक्षणेनैव ब्रह्मशस्त्रस्य तेजस्वीव्रतादयो विभूतयो रक्ष्यन्ते ǁ शोकमोहादिभिर्युद्धकाल एव शस्त्रं कोशरहितं ग्राह्यम् ǁ अन्यदा तु कोश एव प्रशस्तःǁ कोऽसौ कोश इति चेत्कर्मयोग एवेति बोद्धव्यम् ǁ हिरण्मये कोश इव पात्र इव कर्मयोगसंसारे लक्ष्येऽस्मिन् सुगुप्तोऽयं तदस्पृष्टः परावर आत्मा सत्योऽप्यलक्ष्यो नित्य एव ǁ हिरण्मयत्वमुक्तं तत्तु मूल्यवतः सुवर्णस्येव लक्ष्यस्यापि रक्षणयोग्यत्वात् ǁ अक्षरात्संभूतमिदं लक्ष्यमक्षरे च यास्यन्न लक्ष्यैर्विनाशमर्हति ǁ येनाक्षरस्यालक्ष्यस्यैव विभूतिरेपा लक्ष्यता ǁ


જ કર્મ સ્વયોનિને પ્રાપ્ત કરી શકે છે અને એ પ્રાપ્તિરૂપ હેતુથી ક્ષયયોગ પામે છે. આવી રીતે બે વિધિવાળો લક્ષ્ય-અલક્ષ્યને જે ધર્મ તેનું જ પ્રતિપાદન કરતી કરતી શ્રુતિએાની પ્રવૃત્તિ થયાં કરે છે. તે આ પ્રમાણે છે - (૧) “હિરણ્મય એટલે સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયલું છે; હે પુષન ! સત્યધર્મને માટે – દૃષ્ટિને માટે – એ મુખ તું ઉઘાડ !” એ વાક્ય ઇશાવાસ્યમાં છે, અહીં પાત્રનું સંપોષણ કર્યાથી ધર્મની સ્થિતિ છે અને તેને ઉઘાડવાથી દૃષ્ટિ એટલે બોધ થાય છે એમ લેવું. (ર) તેમ જ મુણ્ડકમાં છે કે “હિરણ્યમય અને પર એવા કોશ (એટલે તરવારના મ્યાન)માં “વિરજ-શુદ્ધ અને નિષ્ક્લ- કલાહીન – જન્મવૃદ્ધિક્ષયાદિ શરીરધર્મથી રહિત “બ્રહ્મ” અર્થાત્ બ્રહ્મરૂપ તરવારનું સુવર્ણમય મ્યાન છે તે રક્ષણયોગ્ય છે - ત્યાગ કરી ક્‌હાડી નાંખવાનું નથી; બ્રહ્મરૂપશાસ્ત્રની તેજ તીવ્રતા - આદિ વિભૂતિયો છે તે મ્યાનના રક્ષણથી જ રક્ષાય છે. શોક - મોહ - આદિ યુદ્ધકાળ આવે ત્યારે જ શસ્ત્રને મ્યાનથી રહિત કરી લેવાનું છે. બાકીને કાળે તો મ્યાન જ પ્રશસ્ત છે. આ કોશ અથવા મ્યાન તે કોણ એમ તમે પુછો તો ઉત્તર કહીયે છીયે કે એ મ્યાન કર્મયોગ જ છે એમ જાણવું સુવર્ણમ્યાનના જેવા – પાત્રના જેવા - કર્મયોગસંસારમાં - આ લક્ષ્યમાં સુગુપ્ત અને તે છતાં તેનાથી અસ્પૃષ્ટ એવો આ પરાવર આત્મા અલક્ષ્ય અને નિત્ય જ છે. સુવર્ણમયપણું કહ્યું તેનું કારણ એ કે મૂલ્યવાળું સુવર્ણ જેવું રક્ષણયોગ્ય છે તેવું જ લક્ષ્ય પણ રક્ષણયોગ્ય છે. અક્ષરમાંથી સંભૂત થયલું અને અક્ષરમાં અંતે જવાનું એવું આ લક્ષ્ય તેનો લક્ષ્યોથી – જીવોથી - વિનાશ થવો યોગ્ય નથી, કારણ અક્ષર જે અલક્ષ્ય તેની જ વિભૂતિ આ લક્ષ્યતા છે.