પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦

" વળી,

“ भीतभितः पुरा शत्रुर्मन्दमन्दं विसर्पति ।
“ भूमौ प्रहेलया पश्चाज्जारहस्तोऽङ्गनास्विव ॥[૧]


“ઈંગ્રેજોને તો આ ક્રિયા આવડે જ છે, પણ તેમના પ્રત્યે આપણને એ ક્રિયા આવડવાનો પ્રસંગ પણ આમ જ છે. આવડીને કાંઈ આપણે તેની સાથે પ્‍હોંચી વળવાના નથી – પણ પ્રસંગ છે, આજ નહીં ને સો વર્ષે શું થશે તેની સમજણ નથી – પણ તેવે કાળે પટા રમતાં આવડતા હશે તે તરવાર વીંઝશે. એવાની સાથે પટા રમવાનો લાભ મળે તે જ મહાલાભ છે.”

“મિત્રતા કરવી એટલે વિશ્વાસમાં લેવાવું એમ નથી. વિશ્વાસના પેટામાં અવિશ્વાસ રાખી જાગૃત ર્‌હેવું એ સર્વ રાજનીતિનું પ્રથમ પગલું છે.”

“ न विश्वसेदविश्वस्ते विश्वस्तेऽपि विश्वसेत् ।
“ विश्वासाद्भयमुत्पन्नं मूलान्यपि निकृन्तति ॥[૨]
“ न वध्यते ह्यविश्वस्तो दुर्बलोऽपि चलोत्कटैः ।
" विश्वस्ताश्चाशु वध्यन्ते बलवन्तोऽपि दुर्बलैः ॥[૩]

“ ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઈએ–

“सुकृत्यं विष्णुगुप्तस्य मित्रात्पिर्भार्गवस्य च ।
“बृहस्पतेरविश्वासो नीतिसन्धिस्त्रिधा स्थितः ॥[૪]

  1. ૧. શત્રુ અત્યંત ભય પામતો પામતો પ્રથમ ધીરે ધીરે ભૂમિપર પગલાંભરી પ્રવેશ કરે છે અને પછી ખોંખારાબંઘ ચાલે છે; જેમ જારપુરુષનો હાથસ્ત્રીએામાં કરે છે તેમ.
    – પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  2. ૨. જે માણસ સદા અવિશ્વાસુ છે તેનો વિશ્વાસ કરવો નહીં, તેમવિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહી; વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છેઅને તે મૂળને પણ કાપી નાંખે છે.
    – પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  3. ૩. દુર્બલ છતાં અવિશ્વાસુ હોય તો તે બલવાનોથી પણ બંધાતો નથીઅને વિશ્વાસુ પુરુષો બળવાલા હોય તો પણ દુર્બલ પુરુષોથી પણ તેઓતરત બંધાઈ જાય છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  4. ૪. વિષ્ણુગુપ્તનું સુકૃત્ય, ભાર્ગવની મિત્રપ્રાપ્તિ, અને બૃહસ્પતિનો અવિશ્વાસ, એ ત્રણ પ્રકારથી નીતિના સંધિની સ્થિતિ છે.
    -પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.