પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬


"अंगादंगात्संभवसि ह्रदयादधिजायसे ।
"आत्मा चै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥

-પુત્ર, મ્હારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હ્રદય પાસેથી ઉત્પન્ન થએલો છે તે પુત્રનામે મ્હારો આત્મા જ તું છે તે સો શરદ્ઋતુ વટાવી જીવજે, - મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે: તેનું કારણ એવું છે કે વડમાંથી વડવાઈઓ લટકી નવાં વૃક્ષ થાય છે તેમ માતાપિતામાંથી સંતાન થાય છે, તે જનક – જાતના દેહ એક જ છે; એટલું જ નહીં પણ પિતાના દેહની પેઠે એ દેહમાં રહેનારો આત્મા પણ આ ન્યગ્રોધચેષ્ટા કરે છે અને ઉભયનો આત્મા પણ એક જ છે. અને રાજાના કુમારમાં રાજાનો આત્મા સ્ફુરે છે ને વંશપરંપરાથી ઉતરી આવેલો આવો આત્મા પ્રજાનું પરમ ધન છે. માટે તે સમજનારે સમજવાનું છે કેઃ-

"यीजस्यान्तरवस्थितस्तरुपतिः काले पुनर्जृम्भ्ते ।
"आव्योन्मस्तनुते च देहदहरं स्वात्मानमन्तर्हितम् ॥
"तश्चेष्टः शिशुरेष् भुप जगतां वृद्ध्यै विभर्ति स्वकम् ।
"ओजः सत्वसमुद्धिमत्प्रततां तत्सिद्धये त्वात्मवान् ॥

મહારાજ, આ શ્લોકમાં બહુ ગંભીર વાત કહી છે. દેહથી આત્મા જુદો છે. છતાં દેહ આત્માને લીધે જ છે. આત્મા દેખાતો ! નથી, દેહ દેખાય છે. એ દેહ વધે ઘટે છે તે સર્વ આત્માના જ બળથી; જડ બીજને વધવાની શક્તિ નથી. પણ એ બીજ – દેહમાંથી મહાન વૃક્ષ નીકળે છે તેનું કારણ – એ બીજમાં અને વૃક્ષમાં રહેલો - બેને સાંધનાર એક – તેનો આત્મા છે. તેમ જ આ શિશુ કાળે કરીને મહાન અવસ્થાને પ્રાપ્ત થશે. મહારાજ, બીજને વૃક્ષથી જુદો માનશો માં અને શિશુને યુવાનથી જુદો માનશો માં. જે વૃક્ષ બીજમાં અવસ્થિત છે તે જ યોગ્ય કાળે મહાન રૂપ ધારે છે ત્યારે તેના અંતર દેહમાં અંતર્હિત રહેલો, એ દેહથી દહર ક્‌હેતાં સૂક્ષ્મ એવો તેનો આત્મા શું કરે છે તે પુછશે, તો ક્‌હે છે કે આકાશ સુધી પ્હોંચતી શાખાઓ – અને એથી આઘેના આકાશ સુધી પ્હોંચતા તેનાં પુષ્પના સુવાસ - અને તેથી આઘે જઈ મનુષ્યના ઉદરમાં જઈ મનુષ્યપણું પામનાર તેનાં ફળ - એ સર્વમાં આ આત્માના બળનું સ્ફુરણ છે. તે