પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬

નિરંતર તપાસ રાખતો, અને હારવટીયાઓ સાથે સુભદ્રાની પાસેના જંગલોમાં કોઈ કોઈ વખત વેશ બદલી આવતો. સુવર્ણપુરના સુરસિંહ વગેરે બ્હારવટીયાઓમાં પણ ઘડી ઘડી ભળતો, અને શીકારીને શીકાર સારુ આથડવામાં આનંદ મળે છે તેમ બ્હારવટીયાઓ સાથે આથડવામાં, તેમનાં સુખદુ:ખમાં ભાગ લેવામાં, અને ભુખ, તરસ તથા ત્હાડ તડકો અને થાક વેઠવામાં, એને અતિશય આનંદ મળતો. રાણા ખાચરનો અટકચાળો સ્વભાવ એને આ કામમાં ઉત્તેજન આપતો. આ સર્વ વાતોની સામંત પાકી ખબર રાખતો અને મલ્લરાજને જણાવતો. આવી રીતની હકીકત છતાં મુળુનો નાશ કરવામાં વૃદ્ધ રાજા કેમ સંમતિ નથી આપતો એ વિચારતાં સામંત દુઃખી થતો. અંતે એણે નિશ્ચય કર્યો કે મુળુને એના પોતાના ખોદેલા ખાડામાં પાડવો, તે રત્નનગરીની હદમાં વધારે વધારે ટકવાને છાતી ચલવે એવું કરવું, એવી રીતે એ નિર્ભય હોય ત્યારે એને પકડવો, પકડતાં મરાય તો મારવો, અને જીવતો પકડાય તો એના શિક્ષાપત્રને આધારે જીવે ત્યાંસુધી કેદ રાખવો અને એની ખટપટના દાંત તોડી નાંખવા.

આ સર્વ પ્રયત્ન સિદ્ધ કરતાં ઘણો વિલંબ થયો. ખાચર મુળુને સાવધાન રાખતો અને મુળુ બાપનો વિશ્વાસ કરતો નહીં. પણ બાપે બ્હારવટીયા પકડવામાં દેખીતી શિથિલતા કરવા માંડી તેમ તેમ દીકરાની છાતી વધારે વધારે ચાલવા માંડી. એનું નામ બ્હારવટામાં પ્રસિદ્ધ થતાં એને મળતો પગાર બંધ કરવા સામંતે સૂચના કરી તે રાજાએ રદ કરી અને ઉલટું હાસ્ય કરી એમ ઉત્તર દીધો કે બ્હારવટામાં એ છોકરો યુદ્ધકળા શીખશે અને શૂર થશે અને એના સામી ચ્હડાઈ કરાઈ પકડાય તો એને પકડવો, પણ એનો પગાર એકદમ બંધ કરવો. રાજાએ અંતે એવી આજ્ઞા કરી કે મુળુને મણિરાજના રાજત્વને તિરસ્કાર છે તે ખોટો હોય તો તે ખોટાપણું સિદ્ધ કરવા મણિરાજે બહારવટીયા સામે ચહડવું અને બળ તથા કળા હોય તો મુળુને પકડવો. સામંતને આ સૂચના ગમી નહી પણ પાળવી પડી, અને યુવરાજને કુશળ રાખવા તેની જોડે પોતે પણ ચ્હડવા લાગ્યો. મણિરાજને જાતે ઘાત કરવાનો પ્રસંગ સમીપ જોઈ મુળુ,પણ આ સમાચારથી ખુશ થયો. આથી એક પાસ એ બેધડક રત્નનગરીની પ્રજાને લુંટવા લાગ્યો અને બીજી પાસ બ્હારવટીયાઓને