પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧

આ બે જણીઓને મણિરાજે પુછયું. મુળુની સાથે તેમણે વાત કરી જોઈ અને ઉત્તર મળ્યો કે, “ મણિરાજને મ્‍હારાભણીથી ક્‌હેજો કે આજ સુધી મ્‍હારા વિચાર એક જાતના હતા અને હવે તે બદલાયા છે. તમારું બળ, તમારી કળા, તમારી ઉદારતા, અને તમારી બુદ્ધિ: એ સર્વનો અનુભવ તમે મને કરાવ્યો તેથી મ્‍હારા મનનો ગર્વ અને મત્સર કેવળ અસ્ત થઈ ગયો છે, અને જે રાજ્યની મ્‍હારે સેવા કરવી જોઈએ તે રાજ્યનો દ્રોહ કરવા જે મહાન પ્રયાસ કરી તમારા શત્રુઓને બળવાન કર્યા છે તે દોષથી અને પાપથી હું હવે મુક્ત થઈ શકું એમ નથી. યુવરાજ, ખાચર તમારો કટ્ટો શત્રુ છે તેથી તે આજ સુધી મ્હારો પરમ મિત્ર હતો. તે જ કારણથી હવે મને એનું મુખ ગમતું નથી અને આપના રાજ્યના કેદખાનામાં દિવસ ક્‌હાડવાથી મ્‍હારું પાપ ધોવાશે એમ હું માનું છું તેમ દુનીયાને આ કાળું મ્હોડું બતાવવું તે કરતાં કેદખાનું સારું છે. પણ બીજી પાસથી એમ વિચાર કરું છું કે જે લોકને મ્‍હેં આપના શત્રુ કર્યા છે તેમને ગમે તો આપના મિત્ર કરવા અને ગમે તો તેમનું વધેલું બળ નષ્ટ કરવું એટલી રાજ્યસેવા મ્‍હારાથી બની શકે એમ છે તે હું ખાચરના રાજ્યમાં હઈશ તો બનશે. માટે મને ખાચરના રાજ્યમાં રાખવો સારો કે કેદખાનામાં રાખવો સારો તેનો વિચાર આપ જાતે કરી ઠીક લાગે તે કરજો. મ્‍હારી અરજ એટલી છે કે મને આપના રાજ્યમાં છુટો ર્‌હેવા રજા ન આપશો, કારણ પ્રથમ તો એ મહાન ઉપકારભાર મ્‍હારાથી ઝીલાય એમ નથી, એને બીજું જરાશંકર અને વિદ્યાચતુર એ બે બ્રાહ્મણો આપને પ્રિય છે તેનો હું શત્રુ મટવાનો નથી ને છુટો હઈશ તો કોઈ દિવસ બ્રહ્મહત્યા કરી બેસીશ.”

મુળુ પોતાની ઈચ્છા બતાવતો નથી તો તમે બતાવો એવું પુછતાં એની માતા અને બ્‍હેને માગી લીધું કે મુળુને ખાચરના રાજ્યમાં છુટો ર્‌હેવા દ્યો. મુળુ હવે કોઈ જાતની રાજ્યવિરુદ્ધ ખટપટ કે બીજો અપરાધ નહી કરે એટલી એના ભણીની ખાતરી તમે તમારા વચનથી કરો અને તે પ્રમાણે તેની વર્તણુક તમે માથે લ્યો તો હું મુળુભાને ખાચરના રાજ્યમાં છુટા મુકું એવું મણિરાજે કહ્યું. સ્ત્રીઓએ પોતે ખાતરીનું વચન આપ્યું. અને વિચાર કરી મણિરાજ બોલ્યોઃ “તમે કાકી અને તમે મ્‍હારાં બ્હેન, તમારી ઈચ્છા મ્‍હારે પુરી કરવી જોઈએ. સામંતરાજ ક્‌હે છે કે ખાચર અને મુળુભાનાં વચન લેવાં જોઈએ. પણ મુળુભાને ક્‌હજો કે તમે તે વચનના કરતાં વધારે ખાતરી આપી છે, અને