પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮

“મણિરાજ ! આપણા રાજાઓને એ સેતુ ઉપર ચ્‍હડવું છે ! એ કપિધ્વજ પાછળ ધાવું છે ! સેતુના અને એ ધ્વજના શત્રુ તે તમારા શત્રુ, અને તમારા શત્રુ તે એના શત્રુ એવો શંખનાદ નાગરાજ મહારાજ કરી ગયા છે ! મણિરાજ, વાણીયા પેઠે દ્રવ્યનો વિચાર કરશો માં ! બ્રાહ્મણ પેઠે જીવવાનો વિચાર કરશો માં ! એ સેતુ અને એ કપિધ્વજ એને આશ્રયે દોડશો તો જીતશો. મણિરાજ ! વાનર સામાં દાંતીયાં ન કરશો ! વાનરને રમાડીને જીતજો !”

“મણિરાજ ! સામંતનું કહ્યું માનશો માં ! પણ એનાં બાળકને તમારી અાંગળીયે લેઈ કપિધ્વજના સાથમાં દોડાવજો ! તેમનામાં જીવન ન હોય તો તેમના શાલિવાહન થજો અને તેમનામાં જીવ મુકી સાથે દોડાવજો ! કપિધ્વજનો મહારથી જેના સામા અસ્ત્ર ફેંકે તેના સામા તમે પણ ફેંકજો – ને દોડજો. કપિલોક સાથે દોડશો તો ફાવશો, નહીં દોડો તો પાછળ રહી જશો, ને દોડતાં છતાં હારશો તો એ તમને ખભે લઈ દોડશે.”

મલ્લરાજની છાયા આટલું બોલી અદ્રશ્ય થઈ ગઈ, હોડી ઉડી ગઈ સાગરની ગર્જનાઓ શાંત થઈ ગઈ અને સાગરનું સ્વપ્ન છોડી મણિરાજ સુષુપ્તિમાં પડ્યો. થોડીક વારે નિદ્રા પુરી થઈ છતાં આંખ મીંચી, થયેલા સ્વપ્નના વિચાર કરતો કરતો પડી રહ્યો, અંતે માત્ર “કપિધ્વજ” અને “ધર્મસેતુ”ના સંસ્કાર વિચારમાં રહ્યા, અને તે વિચારમાંથી જાગી અકબરના સ્વપ્નની કવિતા બોલતો બોલતો અાંખ ચોળતો ચોળતો ઉભો થયો અને હેરાફેરા કરવા લાગ્યો.

Me too the black - wing'd Azrael overcame,
But Death had ears and eyes, I watched my son,
And those that followed, loosen, stone from stone,
All my fair work; and from the ruin arose
The shriek and curse of trampled millions, even
As in the time before:, but while I groan'd,
From out the sunset poured an alien race,
Who fitted stone to stone again, and Truth,
Peace, and Justice, came and dwelt therein.*” [૧]

  1. * Akbar's Dream: Tennyson