પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૮


"લ્યો તે તે નહી લઈયે. બાકી સુખનું દૃષ્ટાંત લીધું છે - કંઈ દુ:ખનું લીધું નથી. કાકી, મને તો પિતાજી ન પરણાવે કની તો જાડી બમ થાઉં.”

“તે પિતાજી કંઈ ત્હારા જેવા ઘેલા હતા ? આપણામાં ડોશી કુમારી રહી છે કંઈ?”

“તે જોઈશું–”

આ વાતોમાં ગાડી ચાલી ગઈ.

મધુમક્ષિકાને વાડીમાં મોકલી દરવાજાબ્હાર વિદ્યાચતુર ગાડીમાં બેસી રહ્યો હતો, અને તેના મનમાં અનેક વિચાર ઘોળાયાં કરતા હતા.

“મહારાજ મલ્લરાજની પરીક્ષા અંતે ખરી જ નીવડી. આટલે વર્ષે મૂળરાજ કુળ ઉપર ગયો, અને પોતાના રાજવંશનો એક છોડ નિર્મલ ન કરી નાંખવાનો એ મહારાજનો આગ્રહ તે દુરાગ્રહ નહીં સદાગ્રહ હતો તે એમના ગયા પછી સિદ્ધ થયું.”

“ઈંગ્રેજોના સંબંધ વિરુદ્ધ સામંત અને મૂળરાજનો આગ્રહ મૂળથી છે – એને દુરાગ્રહ કેમ ક્‌હેવાય? એમાં સ્વરાજભક્તિ અને સ્વદેશાભિમાન નથી એમ કેમ હેવાય ? જે રાજ્યનીતિનો વિચાર કરી એ મહારાજે અને મામાએ આ સંબંધ સ્વીકાર્યો તે નીતિ મને પણ ખરી લાગે છે – પણ એ ઢાલને બે બાજુઓ છે તેની ના કોણ ક્‌હેશે ? દેશીઓના હાથમાં હિંદુસ્થાન રહ્યું હત તો એમના હાથમાં આ દેશની જાપાન જેવી ઉન્નતિ થાત એવી ધારણા કોઈ કરે તો તેમાં અશક્ય જેવું શું છે ? જે લોકમાં મ્હોટા માધવરાવ પેશવા, માધવરાવ સિંધીયા, અને નાના ફરનવીસ જેવાં રત્નો ઉત્પન્ન થયાં હતાં તે લોકમાં અને બીજી નાતોમાં અને બીજા પ્રાંતોમાં એવાં રત્નો ઉત્પન્ન થાત અને આ દેશનો ઉદ્ધાર કરત એવું કોઈ ધારે તો તેમાં અસંભવિત શું છે ? રત્નપુરીનાં જેવાં રત્ન સ્વતંત્રતાનો કાળ આ દેશમાં કેમ ન દેખાડત ? સામંતરાજ અને મૂળરાજ જેવા ક્ષત્રિયોને યુદ્ધકાળ સ્વપન જેવો થઈ ગયો જોઈ ક્રોધ કેમ ન ચ્હડે ? એમના ઉપર દ્વેષ રાખે તે હિંદુ અનાર્ય છે – આર્ય નથી.”

“પણ – પણ – એ કાળ ગયો – સામંતરાજ અને મૂળરાજ ! મામા ઉપર તમને ક્રોધ છે - તે હોલાતો નથી તેનું કારણ શું? – તમારા

मनोरथानामतटप्रपाता: । *[૧]

  1. મનોરથો વગર તટે પડ્યા !