પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૪


“અમારી ને ત્હારી વચ્ચે કોઈ મ્હોટો પડદો છે ! પણ તું જ્યાં હશે ત્યાં રમ્ય સ્થાને જ હશે. મિત્રરત્ન ! મ્હારા જેવાં અનેક ચિત્તોમાં ત્હેં અધિકાર કર્યો છે ને તેને શિરે ત્હારો વિચાર એક સુંદર તારા પેઠે પ્રકાશે છે - તે તારો શું કરે છે ?"

[૧]“It scatters drops of golden light,
“Like lines of rain that ne'er unite,
“And the gloom divine is all around,
“And underneath is the mossy ground.”

“ત્હારા ભણીની કલ્પના કંઈ કંઈ સ્થાને દોડે છે – ને સુઝતું કંઈ નથી.

*“My wings are folded o'er mine ears:
“My wings are crossed o'er mine eyes:
“Yet through their silver shade appears,
“And through their lulling plumes arise,
“A shape, a throng of sounds,
“ May it be no ill to thee,
“ O thou of many wounds!”

છેલો ભાગ ઘણીવાર ગણગણતાં ગણગણતાં ગાતાં ગાતાં ચંદ્રકાંતનાં નેત્રામાંથી આંસુ ખરતાં હતાં અને કપાળનો પરસેવો લ્હોવાને નિમિત્તે સમાલવડે એ આંસું એ લ્હોતો અને સંતાડતો હતો.

એવામાં વિદ્યાચતુરનો ગાડીવાળો આવ્યો.

“ભાઈસાહેબ, પ્રધાનજી તેડે છે.”

સજ્‌જ થઈ ચંદ્રકાંત ગયો. મધુમક્ષિકા પ્રધાન પાસેથી ગઈ હતી અને સટે એક પોલીસનો માણસ હતો. ચંદ્રકાંતને પાસે બોલાવી વિદ્યાચતુરે તેને એક વીંટી આપી અને કહ્યું.

“ચંદ્રકાંત આ વીંટી પરખો. આ રાજ્યના અમીરો પાસે આવાં રત્ન હશે, પણ આ ઘાટ નહી હોય – સરસ્વતીચંદ્ર પાસે મ્હેં આવી વીંટી જોઈ સાંભરે છે.”

“ચંદ્રકાંતે ફરી ફરી વીંટી જોઈ, ઝીણી દૃષ્ટિ કરી કરી જોઈ, વીંટી ફેરવી ફેરવી જોઈ અને અંતે મીજાગરા જેવું લાગતાં ચાંપ ઉઘાડી તો


  1. * Shelly's Prometheus Unbound.