પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨

તે સ્ત્રીના હૃદયમાં તમારે માટે પ્રતિધ્વનિ કેવી રીતે થઈ શકે તે હું સમજતો નથી, શુષ્ક સ્નેહનો પ્રતિધ્વનિ અ-રસિક ચિત્તોમાં થતો નથી અને થાય તો ટકતો નથી. ગંગાભાભીને પોતાની જાત વળગી છે અને પોતાનાં બાળક વળગ્યાં છે ત્યાં સુધી તેમને સ્વાર્થ વળગ્યો છે. એ સ્વાર્થમાં જ્યાં સુધી એમના અર્ધાંગરૂપ થઈ એ સ્વાર્થમાં તમે પક્ષપાત નહી કરો ત્યાં સુધી તેના ઉંડા સ્નેહની તમે આશા રાખતા હો તો તે વ્યર્થ છે, તમારું ઇતર કુટુંબ પોતાના સ્વાર્થોથી છુટતું નથી, પોતાના યોગ્યાયોગ્ય પક્ષપાતોથી છુટતું નથી, પોતાના બાળકોની સમૃદ્ધિ ઇચ્છે છે, અને તેની સાથે એવો અભિલાષ રાખે છે કે એવા જ સ્વાર્થોથી, એવાજ પક્ષપાતોથી અને એવાં જ બાળકોથી ગંગાભાભીનું ચિત્ત છુટી જાય ! Do unto others as you would have it done unto yourself – આપણા ભણી સામાની જે કૃતિની ઇચ્છા રાખીએ છીએ તેવીજ કૃતિ આપણે સામા તરફ કરવી – એ ભાવના આપણાં કુટુંબોમાં ઉદય પામી શકતી નથી ત્યાં સુધી ગંગાભાભીની વૃત્તિઓ ઉપર તમારે પક્ષપાત કરવા જોઈયે. આ જ એમની પાસેથી સ્નેહ પામવાનું સાધન, આ જ એમના અને તમારા સુખનું સાધન, અને એ સાધન નહીં કરો ત્યાં સુધી તમારા ઘરમાં ચારે પાસ મચી રહેલી અવ્યવસ્થા દિવસે દિવસે વિકાસ પામશે."

“મ્હારા પોતાના કુટુમ્બની વ્યવસ્થા હું આવાં સાધનોથી જ રાખું છું, જેમની અવ્યવસ્થા દૂર કરવા પ્રયત્ન કરીયે તેની ગાળો ખાઈએ છીએ અને જેનો પક્ષપાત કરીએ છીએ તે આપણો પક્ષપાત કરે છે એટલે મ્હારું સુખ પણ જળવાય છે. તમારા જેવા નિષ્પક્ષપાતી થઈ સઉની ગાળો ખાવી અને સર્વથા અવ્યવસ્થા રાખવી તેના કરતાં આ મ્હારા માર્ગમાં મને પ્રમાણમાં સુખ લાગે છે."

“ખરું પુછો તો એક મ્યાનમાં બે તરવારો સમાય નહી અને એક ઘરમાં બે સ્ત્રીયો સમાય નહીં. માટે જ સાસુવહુને જુદાં રાખવાનો ઈંગ્રેજી વ્યવહાર મને સુખકર લાગે છે બાકી શુદ્ધસ્નેહ તો તેમનો પણ શુન્ય છે અને આપણામાં પણ શુન્ય છે.”

“આવા આવા અનેક અનુભવના વિચાર કરી હું મ્હારા કુટુંબની વ્યવસ્થા રાખું છું, અને વેદાન્તીઓ સંસારને દુઃખમય ક્‌હે છે તેને હું નીરસ માનું છું, વેદાન્તીઓને आनन्द સંસારમાં નથી માટે જાતે જ આનન્દરૂપ થવામાં શ્રેષ્ઠતા માને છે. તેમ સંસારમાં રસ નથી