પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬


“ત્યારે અસંખ્ય મધમાખી મધપુડામાં ર્‌હે છે તેમ આપણા લોકમાં, ત્રીજી પ્હેડીના વડીલનાં બધાં બાળકો અને તેમણે પારકે ઘેરથી આણેલી કન્યાઓ, સઉએ એકઠાં ર્‌હેવાનો ચાલ શાથી પડ્યો અને તેમાં શો લાભ છે ? પારકા ઘરની કન્યાઓ અને પોતાના ઘરની દીકરીઓને એક પ્રીત શી રીતે થવાની ? પ્રાચીન કાળથી જ શબ્દ બંધાયો છે કે नन्दत इति ननान्दा - ભાભીને જોઈને આનંદ ન પામે તે નણંદ ! હજાર વર્ષ પ્હેલાં બંધાયેલી આ શબ્દાર્થ- રચના જણાવે છે કે નણંદ અને ભોજાઈને બારમો ચંદ્ર એ આપણા દેશનો પરાપૂર્વનો અનુભવ છે. જો એમ છે તો પોતાના ઘરની નણંદ અને પારકા ઘરની “ભોજાઈ” વચ્ચે પક્ષપાત કરવાના પ્રસંગ આવતાં નણંદની મા અને ભોજાઈની સાસુનું ચિત્ત કોનાપર હસે અને કોના પર રુઠે એ તરત સમજાય એવી વાત છે, આવે કાળે સુડી વચ્ચેના સોપારી જેવા નણંદના ભાઈ અને ભાભીના વરની અવસ્થા તમે સમઝો છો. તમે ક્‌હેશો કે આપણે ભણ્યા તેથી માબાપને ખોટાં ગણી વહુઓને મડમ કરીએ છીએ ને માબાપને ગણકારતા નથી, પણ માબાપને છોકરાઓ પરણાવતાં ઓરીયો વીતે છે, પણ પછી વર વહુના સામું જુવે એટલે વરની માની આંખે કાતરીયાં ખાય ને વરની બ્હેનની જીભ સાપણ પેઠે વિષેાદ્ધાર કરે એ તો તમારો જુના કાળનો આચાર છે."

"श्वश्रूः पश्यति नैव पश्यति यदि भ्रूमङ्गवक्रेक्षणा "मर्मच्छेदपट प्रतिक्षणमसौ व्रूते ननान्दा वचः । "अन्यासमापि किं ब्रवीमि चरितं स्मृत्वा मनो वेषते "कान्तः स्निग्धदृशा विलोकयति मामेतावदागः सखि ॥

"Take it, this a New Year's Day present of a toy that was made by your artist before English education was born in the land ! એક પાસથી આખા ઘરનો ભાર અને બીજી પાસ બાળલગ્ન અને કૃત્રિમ પ્રેમાભાસના ફુંક મારતાં ઉડી જાય એવાં હલકાં ફુલકાં:– એ બે વચ્ચે ઉભેલો નર ઘરના ભારનો ત્રાસ ઓછો કરવા ફુલકાંને ફુંકી મારે એમાં તમને શું નવાઈ લાગે છે? ખરી વાત છે કે સ્વતંત્ર અને બળવાન પુરુષો આ ભારને હલકો કરે છે અને ઉડી જતાં ફુલકાંને ટકાવી રાખે છે, પણ એવા પ્રસંગ આવે છે ત્યારે લોક એને નિન્દે છે અને સ્ત્રીવશ અથવા