પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩

anything that is ignoble, bad, and mean. Arjuna is, therefore, called Bibhatsu.

"न कुर्यां कर्म बीभत्सं युध्यमानः कथंचन ।
तेन देवमनुष्येषु बीभत्सुरिति विश्रुतः ॥

“યોગાસન પાસે નીતિ-આસન નીતિચક્રની સામે છે, ક્રિયાચક્ર સામે યોગાસનની બીજી પાસ આ ક્રિયાસન છે. "

“ક્રિયાસન સમક્ષનું ક્રિયાચક્ર શા શા ઉપદેશ કરે છે ? કૃષ્ણને અર્જુનની પ્રથમ ક્રિયા એ કે સમુદ્રઆદિના દેવતા વરુણ પાસેથી અને અગ્નિ પાસેથી દિવ્ય અસ્ત્ર મેળવ્યાં. એ અસ્ત્રવડે ઇન્દ્ર, યમ, વાયુ, પર્વત, અશ્વિનીકુમાર, ધનપતિ, રુદ્ર, વસુ, આદિ સર્વ દેવોનાં શસ્ત્રાસ્ત્ર નિષ્ફળ કરી નાંખ્યાં – એ બીજી ક્રિયા. અગ્નિને આગળ કરી, ખાંડવવનમાં સૃષ્ટિના સર્વ દેવોને વશ કર્યા અને અગ્નિને તૃપ્ત કર્યો. The Angels of Thought and Progress, joined together, subdued all Powers of Nature with arms obtained from fire and water, and to fire were subordinated the other Powers of Nature. This phase of Progress has got a meaning in these days, and this Seat of Progress directs our eyes to this. શિવજી પાસેથી પાશુપત અસ્ત્ર મેળવ્યું – તે પણ અર્જુને સંહારક શક્તિઉપર એમ જય મેળવ્યો અને તેના સાધનથી એ અસ્ત્ર મેળવ્યું - તે અસ્ત્રનો પ્રભાવ કેવો છે. –

"अवध्यो नाम नास्त्यत्र त्रैलोक्ये सचराचरे ।
"मनसा चक्षुसा वाचा धनुषा च निपात्यते ॥

“મન, ચક્ષુ, અને વાણીથી તેમ ધનુષ્યથી જંગમ તો શું પણ સ્થાવરને પણ નિપાત કરવાની ક્રિયા આમાં કહી છે. ક્રિયાનાં આ સર્વ અસ્ત્ર તો અર્જુને પરાક્રમથી મેળવ્યાં. પણ એ સ્વર્ગની નીસરણી ઉપર ચ્હડયો ત્યાં જ દેવમાત્ર એના દર્શનથી પ્રસન્ન થઈ ગયા અને એને અસ્ત્રો પછી અસ્ત્રો પ્રીતિથી આપવા લાગ્યા. કુરાજનીતિવાળા કૌરવને રાજ્યનીતિનો ક્રિયાવાન્ નરદેવ પરાભવ પમાડે તે પરાભવરૂપ કર્મને દેવકાર્ય ગણી યમરાજે મૃત્યુ આપનાર મૃત્યુદંડ અર્જુનને આપ્યો, જલેશ્વર વરુણે સર્વને વશ કરનાર વરુણપાશ આપ્યા, અને ધનપતિ કુબેરે “અંતર્ધાન, દ્યુતિકર, અને પ્રસ્વાપન” અસ્ત્ર આપ્યાં. સ્વર્ગના ગન્ધર્વ ચિત્રસેને એને