પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯

taxpayer's comforts and prospects are at his heart while he gives to the rulers their due.

“રત્નનગરીના રાજ્યની ખાણો, જંગલો, કૃષિકારો, અને નદીમાતૃક્તા - canal irrigation, એ આ ગૌસંખ્યની પ્રાજ્ઞતાને સોંપેલાં છે. લોકનું આરોગ્ય - Public Health, દેશનું આરોગ્ય – Sanitation, એ સર્વ અમારા અશ્વિપુત્ર સહદેવના મનને ઉદ્યોગમાં રાખે છે. એ સહદેવને ત્રિકાળજ્ઞાની ક્‌હો, જોશી ક્‌હો, કે વૈદ્ય ક્‌હો - એ સર્વ પાંડવોના આ ન્હાનકડા ભાઈની બુદ્ધિને સોંપેલાં છે. સર્વ મ્હોટા ભાઈઓ દ્રવ્યના વિષયમાં પોતાના આ ન્હાના ભાઈને પ્રથમ પુછીને પછી પોતાની વાત કરે છે. સહદેવ ગણી ગણીને વાત કરે છે - He is a cool calculator – just like merchant."

વીરરાવ ખડખડીને હસી પડ્યો - “હા હા હા હા – વાણીયાને વાણીયો ગમ્યો ! Yes, but I admit he must be consulted and obeyed too by rash men like myself. Go on, Mr Pravinadas, I am really thankful.”

પ્રવીણ૦– “આ પાંચે ભવનની પાછળ પાંચે પાંડવનાં ભવનમાં જવા-આવવાનાં દ્વારવાળું પાંચાલીભવન છે. એ પાંચાલીનું અંતઃપુર છે; શૃંગારભવન છે. It is our People's Hall. પ્રજાના સર્વ વર્ગને મહારાજ સાથે ગુપ્ત મન્ત્ર કરવાનું આ ભવન છે. અમારા રાજા-પ્રજાના સમાગમ, “લેવીયો,” ને “ઈવનીંગ પાર્ટીઓ” આ ભવનમાં જ ભરાય છે, અમારી પ્રજાના સર્વ વર્ગના ઉત્સાહ અને અભિલાષ આ જ ભવનમાં મહારાજ પ્રીતિથી જાણી લે છે, અને પાંડવો પાસે તે સફલ કરાવે છે.સહદેવના ભવનની જોડે પાંડુભવન સામે ધૃતરાષ્ટ્રભવન છે. એ “રાજશરીર”ની મૂર્તિનું ભવન છે. પાંડવો જેમ પાંચાલીની ચિંતા કરે છે તેમ કૌરવો રાજશરીરની ચિંતા કરે છે, અને કૌરવભવનોમાં તેની જ ચિંતા થાય છે. ધૃતરાષ્ટ્ર જાતે અંધ છે - રાજામાત્ર લોકના અંત:પ્રવાહ જોવાને અશક્ત છે, માટે જ રાજા ચારચક્ષુ*[૧]કહેવાય છે. અંધ ધૃતરાષ્ટ્રને સંજયરૂપ ચાર છે, તે પાંડવ- કૌરવના સર્વ વર્તમાન એકલા ધૃતરાષ્ટ્રને વિદિત કરે છે. સંજય એકલું ચારકર્મ કરતો નથી, પણ પ્રજાને અર્થે કૌરવપાંડવોનાં પરાક્રમ તટસ્થ રહી દેખે અને રાજ્યનીતિ અને રાજનીતિના સર્વ પ્રપંચોના પ્રવાહને આદિથી


  1. *ચાર= છાનો દૂત, spy; ચારની આંખે દેખે તે ચારચક્ષુ