પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨

ભયસ્થાન. આ “અહંકાર,” એટલે કેવળ ગર્વ નહી પણ “હું” પણું એજ દુર્યોધનનાં દુર્મન્ત્રિતનું સૂક્ષ્મ ન્યગ્રોધબીજ અને એજ તેનું ભયસ્થાન.A king has no rights for his own personal interests and enjoyment. If he thinks he has them, he vitiates the whole policy of the State, and is unfit as Duryodhana to rule.a people. જે જંઘા ઉપર અંતે આધાર પામી આ રાજનયનું અંગ ટકે છે અને ગદાયુદ્ધ કરે છે તે જંઘા ઉપર અંતે ભીમની ગદા પડશે અને રાજનયને પડતો મુકી રાજ્યનય રાજ્ય કરશે. પોતાના સર્વ મોધાં સાધનનો નાશ જોયા પછી અંતે એકલું પડી આ રાજનયનું ખાલી થયેલું ખોખું નાશ પામશે. અર્જુન અને ભીમનો પ્રતાપ તેને જોવો પડશે એટલું જ નહી, પણ ધર્મને ઠગી દુર્યોધને વશ કરેલા શલ્યને ધર્મ જ મારશે અને સહદેવ જેવા પ્રાજ્ઞને હાથે શકુનિ જેવા દ્યૂતખેલક મન્ત્રી નાશ પામશે. તે સર્વ જોયા પછી દુર્યોધનનું ખોખું પડશે. The chicaneries and knaveries, the jobberies and the manœuvrings and bunglings, of diplomatic gamblers, in promotion of mere personal ends, must eventually fall under the persistent hammer of the cool and calculating wisdom of patriotic heads whether wearing the crown or not. દુર્યોધનરૂપ રાજનયનાં અનેક નામવાળા, અનેક ગુણવાળા સો ભાઈઓમાંથી જે ભીમની ગદાથી બચશે, તેનો નાશ ચિત્ર માર્ગ જાણનાર નકુળને હાથે થશે તે પણ દુર્યોધન જોશે. The Spirit of Æsthetics and Arts will stultify the one hundred cadets and military rulers fallen under the evil grip of an ominous self-centred policy. They will be metamorphosed by the policy of Nakula from the bodies of dangerous cadets and rowdy soldiers into those of peaceful and virtuous citizens.

આ પછી રાજાની દંડશક્તિરૂપ દુઃશાસનનું ભવન, રાજ્યના ખરા અધિકારીયો પાંડવોની સેવા કરવાને સટે દુર્યોધનને માની; પાંચાલીનાં પ્રજાનાં – વસ્ત્ર કેશ ખેંચનાર આ દુષ્ટને ભીમની ગદાનું ભય છે, અને વૈરથી ભીમ તેનું રુધિર પીશે. The Spirit of Power and Protection raised by the hand Divine for the service of the nation will one day kill this imp of brute physical