પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪

આ દેશના બ્રાહ્મણેમાં ધર્મથી શસ્ત્રગ્રાહી માત્ર પરશુરામ થયા છે, અને ધર્મકાર્ય આટોપી રહ્યા પછી એમની ક્ષાત્રશક્તિ પણ નવા અવતારના તેજથી રામાવતારમાં અસ્ત થઈ. દ્રોણ જેવાના સંગ્રહથી જ અર્જુનને અસ્ત્રવિધા પ્રાપ્ત થઈ, માટે સર્વ આયુષ્ય વિધાના ઉપાર્જન અને દાનમાં ગાળનાર ગુરુજનનો સંગ્રહ તે રાજનીતિનું એક ઉત્તમ કાર્ય છે, પણ એવા બ્રાહ્મણો ગુરુત્વ મુકી યુદ્ધમાં પ્રર્વત્યા, તે પણ ક્ષાત્રના નાશ માટે, તે પણ અર્જુન જેવા શિષ્યના દ્રોહને અર્થે, તે પણ ધર્મસામે અધર્મની સેવા નિમિત્તે - ત્યાં એ ગુરુજનનો નાશ કરવા, અર્જુનનો અતિધર્મ ન ગણકારી, કૃષ્ણસંકેત થયો. When learning abuses its functions and lends its strength to help wicked policies, the Angel of Divine Wisdom must hold up his aegis to protect the Spirit of Progress and, if that Spirit has pious scruples against self-protection, then, to create new agencies for the purpose. અર્જુન તો ગુરુહત્યા, કરે નહી ત્યારે દ્રોણનો નાશ કેમ થાય ? બ્રાહ્મણ શસ્ત્ર ધરે અને ક્ષાત્ર કરતાં વધારે પરાક્રમ કરે પણ બ્રાહ્મણ થયેલું હૃદય ક્ષાત્ર નહી થાય. શસ્ત્રગ્રાહી બ્રાહ્મણનું આ મર્મસ્થાન. “પુત્ર મુવો” એ સમાચારથી, ક્ષત્રિય જ્યાં અસ્ત્ર ત્યજે નહી ત્યાં તે બ્રાહ્મણ દ્રોણે ત્યજ્યાં. That is the weak point in a Brahmana. His heart is soft there. યુદ્ધકાળે અનેક ઋષિયો રણક્ષેત્રમાં આવ્યા અને અધર્મને અર્થે કરવા માંડેલું યુદ્ધ પડતું મુકવા દ્નોણને સૂચના કરી. Can a Brahmana's heart resist an appeal to the eternal principles of Dharma and knock of scruples that his higher nature projects before his eye? – એ ઋષિયોની સૂચનાએ દ્રોણનું હૃદય કંપાવ્યું. એ અવસ્થાએ શીર્ણ કરેલા બ્રહ્મવૃક્ષને ધૃષ્ટધુમને તોડી પાડ્યું. જે અગ્નિકુંડમાંથી પાંચાલી પ્રકટ થઈ હતી તેજ અગ્નિકુંડમાંથી ધસી નીકળેલા અથવા ધૃષ્ટતાવાળાં પ્રકાશવાળો ધૃષ્ટધુમ્ન ક્ષત્રિયના ઘરમાં પ્રકટ થયો તે બ્રાહ્મણત્વનો દુરુપયોગ કરનાર ગુરુજનને હણવા માટે. He is the Spirit of Audacious Light–Bold Reform-born of Burning Flames to destroy the overgrowth of Learning's Power where this Power is exerted on behalf of the Regal Power and