પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧


દુર્લભ છે. આથી આપનાં જેવા સાક્ષરોના વિચારઆચારનું દર્શન કરવા મને ઘણી આતુરતા ર્‌હે છે. અંતઃકરણ અને મુખનાં દ્વાર તમારાં કુટુમ્બ આગળ ઉધાડાં રાખો તેમજ મ્હારી પાસે ઉઘાડોછો, તે મ્હારા મનને નવું જ દર્શન છે અને નવો જ આનંદ આપે છે.

વીર૦– મ્હારે ક્‌હેવું જોઈએ કે આપના જેવા ઉચ્ચગ્રાહ ઘણાક રાજાઓ રાખી શકે તો શંકરશર્મા અને પ્રવીણદાસનાં સ્વપ્ન કંઈક અંશે ખરાં પડે અને ઇંગ્રજને હાથે દેશી રાજસ્થાનનો નવો ઉદ્ધાર થાય.

શંકર૦– વીરરાવજી આટલું સ્વીકારે તે આ રાજ્યને ઓછું આશાજનક નથી.

ચંદ્ર૦– મહારાજ, બીજા રાજા આપના જેવા થાય કે ન થાય, પણ આપ તો ખરો રાજધર્મ યથાશક્તિ પાળવા પ્રવૃત્ત છો, અને આપનો ધર્મ આપની ઉચિત પ્રવૃત્તિથી જ સમાપ્ત થાય છે તો તે પછી જગત ઉંધું ચતું થાય તેની સાથે આપને લેવા દેવા નથી. આપની આશાઓ, ઉત્સાહ, અને સ્વસ્થતા - એ સર્વ જોઈએ તેટલાં છે. જે બોધ, અનુભવ, અને ક્રિયાને આપ શોધો છો તે શોધ આ મહાભવનથી સફળ થશે એટલે દેશી રાજ્યમાં રાજ્યનયથી – True Statesmanship - થી જેટલું થઈ શકે તેટલું થશે. તે થયું એટલે આપે પોતાને કૃતકૃત્ય જ માનવા, વિશેષ તો પ્રધાનજી ક્‌હે તે ખરું.

વિધા૦- વિશેષ એ કે ભોજનકાળ થયો છે એટલે હવે સર્વ તે કાળનો ધર્મ સાચવવા પ્રવૃત્તિ કરીયે.

સર્વ વેરાયા. મણિરાજનો અંતઃખેદ અતિથિઓનાં છેલ્લાં વચનથી નષ્ટ થયો.



પ્રકરણ ૧૨.
ચંદ્રકાંતના ગુંચવારા.


મ્હારે તે આ મલ્લભવનનું શું કામ હતું? સરસ્વતીચંદ્રની સાથે દેશી રાજયોની ચર્ચાને અને આ મહાભારતના અર્થવિસ્તારને શો સંબંધ છે કે જીવતા મિત્રના શેધની ત્વરામાં આ કથાઓથી વિલંબ થાય ? આવા વિચાર કરતો કરતો ચંદ્રકાંત સૌંદર્ય ઉઘાનના કોટ ઉપર એકલો ફરતો હતો અને એક પાસનો ઉદ્યાન અને