પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧

પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રકટાવી ર્‌હે તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌર મુખબિમ્બ નવીન કાન્તિ ધરતું હતું. તે જોતાં સુન્દરને ઉમળકો આવ્યો અને છતી થઈ તેને બાઝી પડતી પડતી અટકી.

ઝાડની ડાળો અને પાંદડાં વચ્ચેથી કોયલ ટહુકી ઉઠે તેમ શાન્તિની છાયાથી ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલી ને સુન્દરનો પગ અટક્યો

“જમની, આ ચુલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભુંગળી વગર શું કરવું ?”

થોડેક છેટે ઉગેલું ઘાસ એક લાંબી કાતરવડે બેસીને કાપતી કાપતી માળણ બેલીઃ

“ઉભાં ર્‌હો, ભુંગળી લાવું.”

“ના ના, ભુંગળી ન હોય ત્હોયે ફુંક મરાય એમ કર.”

“ તે વારુ અમ માળીડાંને યે ભુંગળી મળે તે તમને જંગલમાં નહી મળે ? ત્યાં તો ઘણાએ વાંસ હોય.”

“ પણ વાંસને કાપવાનું જોઈએ કની ? આપણે તો વગર ભુંગળીયે તાપ લાગે એવું બતાવ.”

“માળણ ઉઠી આવી, ને ચુલા સામું જોતી જોતી બોલી. “વારું, બ્હેન, તમે કર્મી લોક તેને આ તે શા અકર્મીના ધંધા કરવા ? જાવ, ઘેર જાવ ! જુવો તો ખરા આ ધુમાડે તમારી આંખો કરી છે તે – કેસુડાનાં ફુલ જેવી ?”

“ના, તે હું કહું તે કર.”

માળણ કંઈ વિચાર કરી બોલી.

“પાંદડાં ને ઘાસને દેવતા – તે પુરો થયો, એ હવે બીજો સુકાં પાંદડાં વીણી લાવ્યા વગર નહી બળે.”

“તે તેમ કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે. તળે છે થોડે ભુકો - તે લાગશે. માટે કુંકવાનો રસ્તો બતાવ.”

“મ્હારી તો અક્કલ ચાલતી નથી. ફુંક જેવી ફુંકો મારો તે તમારાં નાજુક મ્હોંમાં જોર કેટલું ? હું ફુંક મારું તો અભડાવ ને તમારામાં ફુંકવાનું જોર નહી!”

કુસુમ જરાક ઉંચી થઈ વિચારમાં પડીને બોલી ઉઠી. “ જો, ભુંગળીને