પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭

કુસુમ૦ – પિતાજીને નાતજાતની હરકત પડે નહી ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાંસુધી રહીશ. તેવી હરકત પડવા માંડશે ત્યારે –

સુન્દર૦ - ત્યારે શું ?

કુસુમ - ત્યારે કે – ગાઉં ?–

“કુસુમ બ્હેન ચા...લ્યાં.….રે.….ગોદાવરી !”

“ગોદાવરી જતાં તો પઈસા બેસે, પણ સુરગ્રામ, સુન્દરગિરિની બાવીઓ, અને એવાં એવાં સ્થાન ક્યાં ઓછાં છે કે જ્યાં સ્ત્રીની જાતને પણ ભય નથી અને મનજી બંડકરે તેને કેદ કરવાને તો સાધુજનોના કીલ્લા તૈયાર જ છે. કાકી, હવે સુન્દર મીરાંબાઈ થવાને તૈયાર છે.”

સુન્દર – તે ગાંસડાં પોટલાં ક્યારે કરવાનાં છે?

કુસુમ – આવી જાત્રા કરવાને ગાંસડાં પોટલાં શાં ? શરીરનો રથ અને મનની સ્વારી, કુસુમ ક્‌હાડે સંઘ, ત્યાં તો આનંદની વારી.

સુન્દર – પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો ર્‌હેવું છેની ?

કુસુમ – એમાં કાંઈ વાંધો નથી. માત્ર વચ્ચે એક દિવસ આ બધાં સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે.

સુન્દર – તે ક્યારે ?

કુસુમ – કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે.

સુન્દર - કુસુમ, હવે ઘરમાં આવવું છે કે નહી?

કુસુમ – હાસ્તો, હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખાં છે, ને પિતાજી અને ગુણીયલ એ બે શિવપાર્વતી જેવાં છે; તેના મન્દિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનન્દ છે. કાકી, કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાંબાઇનો કાળો કામળો કુસુમને ગમ્યો છે – એને સંસારના બીજા રંગ લાગે નહી ને ત્હાડમાં હોડાય.

સુન્દર – કુસુમ, કન્યાઓને વિદ્યા આપતા પ્હેલાંજ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર ત્હારા દૃષ્ટાંતથી વધારે સમજાશે, અને – બીજાં માબાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતાં ત્હારાં દૃષ્ટાંતથી ડરશે અને તે બાપડીઓને વિદ્યા નહી મળે - એ સર્વ સંસારનું પાપ - કુસુમ - ત્હારે માથે ! માતાપિતાને અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભારજે!

ક્રોધ અને અશ્રુથી ભરેલી સુન્દર ચાલી ગઈ. કુસુમ ઓઠે આંગળી મુકી પાછળ ઉભી રહી - તેનું મુખકમળ કાકીની છેલી શબ્દવૃષ્ટિના