પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦

માતાપિતાનું વાત્સલ્ય તેમને રંક કરી દે છે, વિકલ કરી દે છે, પરાધીન કરી દે છે ! કણ્વ મુનિને પણ ક્‌હેવું પડ્યું હતું કે वैफल्यं मम तावंदीदृशमपि स्नेहादरण्यौकसः ॥ સર્વથા પુત્રીનો પિતા વિકલ જ છે - પુત્રના દુઃખથી પણ એમ જ થતું હશે, બુદ્ધિધન અને લક્ષ્મીનંદનને અત્યારે કેવી તીવ્ર વેદનાઓ થતી હશે ?

“I fear I am, what they call, Doting. A strange weakness is creeping over my soul, and I don't know what absurd follies I shall commit next, while under the magic influence of this awful weakness. Let it be ! The weakness, if weakness, is noble and blessed, and I am not going to be frightened out of it by its being called a weakness. For the sake of this dear innocent child, I shall, like the poet, say to my manlier soul-“ Resist not the weakness.”

“અનાથ બાળક માતાપિતાની પ્રીતિથી જ સનાથ છે. શંકરાચાર્ય જેવા ત્યાગીએ પણ એ પ્રીતિને પૂજ્ય ગણી છે. માતાપિતા જ્યારે પુત્રપુત્રીનાં રક્ષક પોષક નહીં થાય ત્યારે બીજું કોણ થશે ? The State certainly cannot take care of all its children when parents call parentage an accident and shift all duty from their own heads. It is, therefore, for the parents to look to the preservation and advancement of the cradled world. Parents alone can do this work most efficiently as being placed nearest their little ones and able to study their wants and give them that warmth which can develop the seeds of adolescence. This is a function which parental affection alone can best perform and, therefore, by the logic of final causes, the function is also a duty. And I must perform it best for my little Kusum. When affection cooperates with duty, custom and convention must be ruled out of order !”