પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯


શીલન કરવું. લવંગલતાના સર્વ અંતર્ભાગમાં ચારેપાસથી વાતો કોમલ પવન ધીરે ધીરે સરી જાય તેમ પુરુષ સ્ત્રીને એને સ્ત્રી પુરુષના હૃદયમાં સરે તે પરિશીલન. ललितलवङ्गलतापरिशीलनकोमलमलयसमीरे– એમાં અનેક લતાઓ વચ્ચે થઈ આવેલા પવનનું લતાઓએ પરિશીલન કર્યું અને પવને લતાઓનું પરિશીલન કર્યું એમ ઉભય સૂચના છે. મધુરી, નવીનચંદ્રજી જેવાએ ત્હારું સુન્દર પરિશીલન કર્યું અને પછી ત્હારો ત્યાગ કર્યો એ અધર્મ થયો. જ્યાં પરિશીલન સંપૂર્ણ અને ઉભય પક્ષનું થયું ત્યાં વિવાહ જ સમજવો. અમારો અલખમાર્ગ તમને ઉભયને આ ધર્મ પ્રાપ્ત કરાવશે.

કુમુદ - એ કંઈ થવાનું નથી. મૈયા, આપણું પ્રકરણ ચલાવો.

મોહની – એમ ચાલો. પણ લક્ષ્યમાં રાખજે કે રત્નાકરના તરંગ દીર્ધ કાળ સુધી એક પછી બીજા ગતિમાન્ રહી અંતે ખડકને તોડે છે એમ અમે તમારો અધર્મ તોડીશું અને તે સુન્દર રમણીય વિધિથી તમને પ્રસન્ન કરીને જ કરીશું. હશે. જો સંસારીયોનાં કામશાસ્ત્રમાં પણ કન્યાનું શીલન વિહિત છે, વિસ્ત્રમ્ભણ વિહિત છે, અને તેવું જ સંવનન પણ આવશ્યક હોય ત્યારે વિહિત છે. સંવનન એટલે વશીકરણ અને તે માત્ર અનુરંજનલક્ષણ છે. કામસૂત્રકાર ક્‌હે છે કે बालायामेवं सति धर्माधिगमे संवननं श्लाव्यमिति घोटकमुखः॥ જો ધર્મ પ્રાપ્ત થતો હોય તો બાલીનું સંવનન શ્લાધ્ય છે, વિવાહમાં લાજાહોમમાં વર યાચે છે કે ઓ કન્યા, મ્હેં ત્હારું સંવનન કર્યું છે તે અગ્નિનું અનુમત હો[૧]  !” સંવનન વિના વિવાહનો હોમ જ સિદ્ધ નથી. સ્ત્રી વનિતા શા માટે ક્‌હેવાય છે? તેનું વનન થયું છે - સંવનન થયું છે, માટે તે વનિતા; સંવનન વિના સ્ત્રી વનિતા થતી જ નથી.પુરુષ સ્વભાવે ધૃષ્ટ છે અને સ્ત્રી લજજાવશ પરવશ છે અને તેની હૃદય કલિકાની કોમળ ન્હાની સરખી પાંખડીઓ પ્રીતિપુરસ્કર સાવધ અદૃશ નખ વડે પુરુષે ક્યારે ઉઘાડવી તે, આ વાક્યમાં કહ્યું છે એને તે જ સંવનન પુરુષે સ્ત્રીનું કરવાનું, તે મધુરી, ત્હારું નવીનચંદ્રજી કરી ચુક્યા છે, તમારાં હૃદયનું પરસ્પરપરિશીલન સમાપ્ત થઈ ચુક્યું છે, અને હવે તો માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી રહ્યું છે કે

पुरश्चक्षूरागस्तदनु मनसोऽनन्यपरता
तनुग्लानिर्यस्व त्वयि समभवद्यत्र च तव ।

  1. मम तुभ्यं च संवननं तदग्निरनुमन्यतामियं स्वाहा.