પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૮
तद्रुक्तं विपरीतकारिणि तव श्रीखण्डचर्चा विषम्
शीतांशुस्तपनो हिमं हुतवहः क्रीडा मुदो यातनाः ॥ "

મોહની દયાર્દ્ર મુખ કરી પાસે આવી અને કુમુદને વાંસે હાથ ફેરવતી બોલી: “ મધુરી, ત્હારી ચિકિત્સા અમે સશસ્ત્ર કરી છે અને ત્હારું ૌઔષધ પણ સશસ્ત્ર જ કરીશું. ત્હારે અમારા ઉપર અને અમારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવી. જે સુખ અત્યારે નિરાશાથી તને દુ:ખરૂપ થાય છે તે સુખસમયે પાછાં સુખરૂપ થશે. માટે મ્હારું કહ્યું માન, નવીનચન્દ્રજીના ત્યાગના વિચારનો ત્યાગ કર, અને આવશ્યક હશે અને ત્હારા પગ નહી ઉપડે તો અમે એ પુરુષને ત્હારી પાસે આણીશું એટલી – તેમની દયાર્દ્રતા ઉપર – અમારી શ્રદ્ધા છે.

[૧][૨]हरिरभिसरति वहति मधुपवने
किमपरमधिकसुखं सखि भवने ॥
कति न कथितमिदमनुपदमचिरम्
मा परिहर हरिमतिशयरुचिरम् ॥
किमिति विषीदसि रोदिषि विकला
विहसति युवतिसभा तव सकला ॥
जनयसि मनसि किमिति गुरु खेदम्
शृणु मम वचनमनीहितभेदम् ॥
हरिरुपयातु वदतु बहुमधुरम्
किमिति करोषि हृदयमतिविधुरम् ॥

 1. રાગીશું અણરાગ ને વળગતા આવંતશું વામતા,
  મીઠાશું કટુતા, તથા પડી પગે લોટંતશું રુસણાં,
  રાખે ઉલટી, તે તુંને ઘટતું કે શીતાંશું ભાનુ બને,
  બાળે હિમ, વલોવતાં વળી ક્રીડાસુખો મુઝાવી તને! (રા. કે. હ. ધ્રુવનાભાષાન્તર ઉપરથી ગીતગોવિન્દ.)
 2. મધુનો પવન વહે, હરિ આવે !
  શું સુખ, સુખ ઘરમાં પછી લાગે?
  હરિ સુન્દર છે, હરિને પરિહર માં !?
  લવી કેટલું એ હું ગણતી તુજ પગલાં?
  લવી એવું ઘડી ઘડી પ્રથમથકી હું !
  હઠીલી ! હઠછોડી ન, સમજી નહી તું,
  રોતી નિરાશ અનાથ તું શાને?

  હસતી યુવતિ સઉ તુજને આજે !
  ખેદ મહા મન લાવતી શો તું?
  યોગ કરાવું ! વચન મુજ શુણ તું.
  મધુર વદતા હરિ આવે !
  એવું કરું ! શીદ હૃદય ઝુર્રાવે ?
  ગીતગોવિન્દ