પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

પણ આ સર્વ ખેલ લોકાચારથી વિરુદ્ધ છે. વિદ્યાચતુર જેવું રાજકીય પાણીમાં ઝબકોળાયેલું માણસ આવાં મતતન્ત્ર (theories) વડે દોરાય એ અશક્ય છે, પણ આને આટલા કાળ સુધી આમણે કુમારી રાખી છે તે પણ નવાઈ છે જો એના જેવો વિદ્વાન, દ્રવ્યવાન, વીર, અને દૃઢ આગ્રહી પુરુષ મુંબાઈનગરીના સ્વતંત્ર પવનમાં પ્રાણગ્રાહી થયો હોય તો તો નક્કી આવા રમણીય સ્વતંત્ર પક્ષીને લગ્નના પઞ્જરમાં પુરે નહીં. એ પક્ષીને વિશાળ આકાશમાં ઉડતું જોવાનો મને અને મ્‍હારા જેવાઓને લોભ થાય એમ છે પણ આ તો દેશી રાજ્યનાં બાંધેલા પાણીમાં બંધાઈ ગયેલાં માછલાંઓને અસ્વાભાવિક અને અવ્યવહારિક લાગવા જેવી વાત ! પ્રિય મુંબાઈ ! મ્‍હારી સ્વતંત્ર અમરાવતી ! નિર્ધન હોઈને ત્‍હારા સ્વતંત્ર વિશાળ સાગરમાં તરવું અને એનાં મોજાંને માથે ચ્‍હડવું એ દિવ્ય અધિકાર આ દેશી રાજ્યના મ્‍હોટમ્‍હોટા મિથ્યાભિમાની રાજાઓથી ને પ્રધાનોથી સમજાય એમ નથી ! એમને મન મ્‍હારા જેવા રંક મનુષ્યો છોકરવાદી, ધેલા, મૂર્ખ, અને નિર્માલ્ય ! મ્‍હારા જેવાઓને મન રાજાઓ, પ્રધાનો, અને શ્રીમંતો દ્રવ્ય-કપાસનાં મેલાં ગાંઠાવાળાં ગોદડાં જેવાં છે ! મ્‍હારે તે દ્રવ્ય અને અધિકાર ચરણ તળેની ધુળ જેવાં છે !

“ Awake, my St. John ! and leave all meaner things “ To low ambition and to pride of kings. *[૧]

“પવિત્ર પ્રિય ભર્તુહરિ ! ત્‍હારા હદયનો परमार्थ મ્‍હારા રંક હૃદયમા કટાયો છે.

“अधिगतपरमार्थान् पण्डितान् माङ्वसंस्थाः
तृणामिव लधु लक्ष्मीर्नैव तान् संरुणद्धि ।
अभिनवमदलेखाश्यामगण्डस्थलानाम्
न भवति विसतन्तुर्वारणं चारणानाम् ॥"

ચંદ્રકાંતે ઓઠ કરડ્યો, તેને કપાળે ભ્રૂકુટી ચ્‍હડી અને, પગ ભૂમિપર ઠબકાર્યો :

“ Well, I feel my heart elated and buoyant Poor as I am, I must find out my noble bird from its most hidden recesses, and rely upon my own strong arm, single and unaided, rather than suffer further delay


  1. *"An Essay on Man" -Alexander Pope