પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦

જ સ્વયોનિમાં પ્રાપ્ત થાય તે જ આશય મુદિત છે, લક્ષ્યધર્મપ્રતિપાદિની શ્રુતિયો તમે જાણી હશે તે સર્વ આ જ આશયને વ્યષ્ટિનો હિરણ્મય કોશ [૧] ગણે છે. પુરુષમાં પુરુષ અતિરોહ પામે છે અને અમૃતત્વને ઈશાન [૨] થાય છે તે આ જ આશયથી. જીવની પુલિંગસ્થિતિ[૩] મુદિત છે તે આ જ આશયથી અને સંપૂર્ણ અલખ પરાવરમાંથી જે લખ સંપૂર્ણતાનું આદાન કરતાં છતાં પણ અલખની સંપૂર્ણતા જ શેષ ર્‌હે છે[૪] તે લખ સંપૂર્ણતા પણ આ જ આશયની સિદ્ધિથી થાય છે. અસિદ્ધ દશામાં અધીર વૈરાગ્યને બળે એ આશયમાંથી નિવૃત્ત થવાથી શમ પ્રાપ્ત થતો નથી પણ તમોગુણ ઉજ્જૃંભણ પામે છે નવીનચન્દ્રજી, શુદ્ધ શમ પામવાનો અધિકાર કેવા વિધિથી પ્રાપ્ત થાય છે તે તમને કહી દીધું.

સર૦– निस्त्रैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः એ વાક્યમાં તો વિધિ જ અવિહિત છે.

ચન્દ્રા૦– મુદિત આશયથી પ્રવાહપ્રવૃત્તિ પામનારને માટે જે વિધિ અને નિષેધ છે તે એ આશયમાં દાડિમના કળીયા પેઠે સમાયલા ર્‌હે છે. તે આશય જાતે સ્વતઃ શુદ્ધ હોય છે. એ આશયની ગતિ નિસ્ત્રૈગુણ્ય માર્ગમાં જ છે. જાતે સ્વયંભૂ વિધિનિષેધરૂપ એ આશયના વિધિનિષેધ દર્શાવવામાં શ્રુતિ અનુચરકૃત્ય કરવા તત્પર છે અને શાસ્ત્ર અસમર્થ છે. એ આશયના વિધિનિષેધ પવનના પ્રવાહ પેઠે આત્મત્થિત છે અને પવનથી કે ચંદ્રથી ઉત્થાન પામતા જલતરંગ જેવા પરબલાકૃષ્ટ થતા નથી માટે જ તેમને માટે વચન છે કે તેમનો को विध्ः को निषेधः

સર૦– એવા આશયમાંથી કીયા અને કેટલા આશય અલખયેગીને પ્રવૃત્ત કરે છે ?

ચન્દ્રા૦– મનુષ્ય પોતાના દેહના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનું કૃત્ય અવચ્છિન્ન હોય છે, કારણ દેહનાં સુખ અનન્ત થતાં નથી. પરમાત્મદર્શનને માટે પ્રવૃત્ત થનારને માર્ગે આમરણાન્ત પ્હોંચે છે પણ તે માર્ગ જ્ઞાની જનોએ શોધી દર્શાવેલા છે અને નેત્ર ઉઘાડે તેને જડે એવા છે. પરંતુ લોકકલ્યાણના માર્ગ લોકસંખ્યાના જેટલા અસંખ્ય છે; ભિન્ન ભિન્ન અનેક સુખી દુ:ખી જનોની વૃત્તિઓ અને વાસનાઓ જેવા એ માર્ગ ની સર્વતોમુખ અને અનન્ત છે, નવીનચંદ્રજી, એવા માર્ગ તમ


  1. ૧. ત્રીજો ભાગ પૃ. ૧ર૦.
  2. ર. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
  3. ૩. ત્રીજો ભાગ પૃ. ૧ર૧.
  4. ૪. ત્રીજો ભાગ પૃ. ૧રર-૩.