પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૨


હો ! પણ એના મરણના ત્રાસકારક સમાચાર એને મ્હોડે ક્‌હેનાર હું જ થઈશ ? એ સમાચારથી એને દુઃખ નહી થાય ? કેવું દુઃખ થશે ? તે મ્હારાથી કેમ જોવાશે ? દુષ્ટ હૃદય ! એ જોવાનું કે ન જોવાનું - તે વિચારવાનો તને શો અધિકાર છે ? સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! સુન્દરગિરિના વિચિત્ર માર્ગ તને શા શા ધર્મ નહી દેખાડે ?”

“અથવા – ર્‌હો – હું એ દુ:ખ ખમવાને પણ આ સમાચાર કુમુદસુન્દરીને સંભળાવું – તો – તો – અંતે કદાચિત્ એ દુ:ખ ભુલે અને સ્થૂલ વિવાહ ઇચ્છવાના લોભમાં પડે... અથવા... પતિમૃત્યુથી પોતાને સ્વતંત્ર થયલી માની... વિવાહના લાભ જેટલું ધૈર્ય પણ... ન રાખે... તો તો અધોગતિ નહી ? ... તે કાળે મ્હારું મનોબળ શું ? મ્હારો અધિકાર શો ? મ્હારો ધર્મ શો? તે વિચારવાની તે કાળે મ્હારી શક્તિ શી ? અથવા મધુરી કુમુદસુન્દરીને ઠેકાણે બીજી કોઈ સ્ત્રી નીકળી અને તે છતાં મોહમાં પડી મ્હારે ક્‌હેવું પડે કે–

[૧]“इदमुपनतमेवं रुपमाक्लिष्टकान्ति
प्रथमपरिगृहीतं स्यान्नवेत्यव्यवस्यन् ।
भ्रमरइव निशान्ते कुन्दमन्तस्तुषारं
न खलु सपदि भोक्तु नैव शन्कोमि भोक्तुम् ॥

“તો મ્હારે શું કરવું ?”

“પ્રમાદના સમાચાર તો નહી જ કહું. તે સમાચાર તેણે નથી જાણ્યા ત્યાં સુધી એ પતિવ્રતા પોતાના મન ઉપર અંકુશ રાખશે. તે સમાચાર ન જાણવા છતાં પણ એનું મન ચલિત થશે તો... તો... હું તો સમાચાર જાણું છું ને જે પ્રવૃત્તિ બીજી રીતે બાધશુન્ય છે ને કરેલા અપરાધને ધોવાને માટે ધર્મરૂપ છે તેમાં વશે કે કવશે પડવું એ જ પ્રાયશ્ચિત્ત ! સમાચાર તો હું નહી જ કહું !”

“No. That shall not be, and that for the simple reason that I cannot bear to see thy soul in anguish.


  1. ૧. જેની કાન્તિ ક્લિષ્ટ નથી તેવું આ રૂપ મ્હારી પાસે આણ્યું છે તેનો સ્વીકાર પ્રથમ થયો હશે કે નહી તે નિર્ણય નથી થઈ શકતો અને પ્રાતઃકાળે હિમથી ભરેલા કુન્દપુષ્પમાંના ભ્રમરથી નથી તેમાં ર્‌હેવાતું ને નથી તે મુકાતું તેમ હું પણ આ રૂપનો સહસા ભેાગ કે ત્યાગ બેમાંથી એક પણ કરી શકતો નથી. શાકુન્તલ.