પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૮

ઉપરનું તમ જેટલા રજસથી ઉઘડે એટલા જ દેશને તરત પ્રત્યક્ષ કરે છે, અને સાત્વિક અંશની પ્રાપ્તિથી રજસ્ પણ નાશ પામે છે ત્યારે સર્વભૂતાર્થ એ બુદ્ધિસત્વ પાસે પ્રત્યક્ષ થાય છે. આ પ્રત્યક્ષ વિષય તેજ ઋતમ્ભરા પ્રજ્ઞાનું ઋત. એ ઋતને પામનાર યોગી ઋતના અધિષ્ઠાતા ઈશ્વરમાં વૈષમ્ય૧. (પાનું ૪૫૭) કે નૈર્ધૄણ્ય૨. (પાનું ૪૫૭) આદિ દોષ જોતો નથી. ઈશ્વર જે ઋતથી સાપેક્ષ છે તે ઋતધર્મમાં જ લક્ષ્યરૂપ ઈશનું વિશુદ્ધ દર્શન થાય છે.૩. (પાનું ૪૫૭) વૈરાટસ્વરૂપ શ્રીકૃષ્ણે અર્જુનને બતાવ્યું તે આ ઋત જ ! ઋત પામનાર પ્રજ્ઞા લક્ષ્ય પુરુષની સર્વ અપેક્ષાનું ને સર્વ કૃતિનું રહસ્ય સમજે છે, લક્ષ્યપુરુષના ચિદાનંદમાં અદ્વૈત પામે છે, અને ઋતના પ્રકાશનથી સંસારના ઉદ્ધારના અને સંસારના કલ્યાણના માર્ગ જાણી શકે છે. શ્રીકૃષ્ણ પરમાત્મા, શ્રી બુદ્ધ ભગવાન, આદિ અનેક યોગીશ્વરો આ ઋતમ્ભરા પ્રજ્ઞા પામ્યા હતા. આવા ઋતનું દર્શન કરવાને અને સંસારનું કલ્યાણ કરવાને યોગીલોક જે સાધે છે તે દેવયજ્ઞ, એને દેવયજ્ઞને ઋતયજ્ઞ પણ ગણ્યો છે. ઋત આમ સત્ય જ છે, પણ પરમ અલક્ષ્ય સત્યથી તે વિલક્ષણ છે. પરમ અલક્ષ્ય પરમાત્માનું નિત્ય શુદ્ધ સ્થાણુ નિરવયવ સ્વરૂપ એ જ