પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૩
“દુ:ખ સંસારનાં નથી સાચાં,
“મન માનવનાં - એક કાચાં;
“મળે કોળીયો ઉદર ભરાય,
“તસુ પૃથ્વી સારે સુવા કામ;
“પળ વાર છે કરવા સમાસ,
“ત્હોય મન ન ઠરે કરી હાશ.
“પ્રભુએ તો સરજેલું છે સુખ !
“મન મનનું ખેાળી લે છે દુ:ખ.”
'નિશાકુસુમ[૧] સરે શાંત શાંત ,
'તેમ જોગી બેાલ્યા શબ્દ દાંત.
'આગળ પાછળ ચાલ્યા બેય,
'ઝાંપો ઉઘાડી પેંઠા છેય,
'રાત વાધી, વંઠેલાં ખેલે,
'અન્ય સઉ પડ્યાં નિદ્રામાં મળે;
'તેવે સમે જાગે જોગીરાજ,
'ધીમે તાપે કરે સ્વયંપાક.[૨]
'તપે અંગારા એકાંત શાંત,
'રંગ આપતો મંદ પ્રકાશ,
'ધીમે ધીમે બળે છે કાષ્ઠ,
'ધીમે ધીમે બોલે એનો તાપ;
'બોલે તોરી ભરાઈ ભીંતમાંહ્ય,
'દોડે અંહી તંહી ખેલે માર્જર;
'દ્વાર વાગે વાંસળી-સમો વાય,
'પ્હોર રાતના અાલ્યા જાય .”

પવનનો સ્વર પુલની બે પાસની બારીયોમાં ગાજતો ગાતો જતો હતો અને બે પાસનાં હૃદય ચીરતો હતો – રાત પણ વધતી હતી.

'જોગી આ સઉ શાંતિ ઝીલે છે,
'શાંત વાત કરતા ખીલે છે. . .
'ધીમું ધીમું બોલે ને હસાવે, ?
'થાકેલાને થાક નસાડે. • :

  1. ૧. ઝાકળ.
  2. ૨. રસોઈ.