પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૪

“હા ! મ્હારો ચંદ્ર બેલ્યો ! ચંદ્ર ! સાંભળો – ઘણે દિવસે બોલ્યા તે સાંભળો !” બેભાન મુખ પણ દીન થયું ને ગાવા લાગ્યું.

“નથી સતીપણું હુંથી સધાયું,
“પતિવ્રતપણું તો નથી જોયું.
“મને સુઝે ને શુદ્ધિ અશુદ્ધિ;
“મ્હારી ચાલે નહી કંઈ બુદ્ધિ
“તેને બુદ્ધિ ને શુદ્ધિ દેવા,
“અશરણને શરણ નિજ લેવા,
“આદિકાળે રસિક ઘેર આવ્યો;
“આજે એ ને એ નાર કર આવ્યો.
“ઘડે એવો વિધાતા યોગ.
“જે જે તારા, ચન્દ્ર, ચકોર !”

“એ ને એ નર આવ્યો ! હવે ક્યાં જાય ?” કુમુદ લવતી લવતી આકાશના તારા ભણી જોતી જોતી ક્‌હેવા લાગી. “ જો જો તારા ! જો જો ચંદ્ર ! ચન્દ્ર હાથમાં આવ્યો – સરસ્વતીચંદ્રનું નામ નવીનચંદ્ર થઈ ગયું. પણ એ ચંદ્ર હાથમાં આવ્યો – ભગવાં વસ્ત્ર ધર્યાં – ભગવું તો ભગવું પણ હવે નહીં જવા દઉં ! જોગીરાજ !” સરસ્વતીચંદ્રનો અંચળો ખેંચવા લાગી – ખેંચતી ખેંચતી ગાવા લાગી,

“હાથમાં આવ્યો યોગી ! હાથ મ્હારો
“ભ્રષ્ટ છે, છે દેહ ગોઝારો !”

અંચળો મુકી દીધો. પોતાના હાથ અને શરીર સામું જોતી જોતી રોતી રોતી ગાવા લાગી.

“ શુદ્ધ બુદ્ધ ને પાવન નાથ !
“રખે ઝાલો આ ભ્રષ્ટ જ હાથ !”

હાથ દૂર લેઈ લીધો ને આઘી ખસી ગઈ ને છેટે ઉભી રહી પ્રણામ કરતી રોતી ગાતી હતી.”

“પ્રભુ ! જાળવું તેજ તમારું,
“શૂદ્ધ શરીર નિયન્ત્રું હું મ્હારું.
“જીવ ઝાલ્યો પ્રથમથી જે મ્હારો,
“તેને બોધ આપીને ઉગારો.
“જેને લોક મનોભૂ ક્‌હેછે, –