પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૩
“સર્યું તુજ વસ્ત્ર જાતે આ,
“ઉડે તુજ કેશ વાયે આ;
“સમારું કે સમારું ના ?
“કહી દે, પ્રાણ ! બેઠી થા."

“હરિ ! હરિ ! ચન્દ્રનાં કિરણ અને પવનની લહરીને ન ગાંઠતાં ત્હારે કપાળે આ અવસ્થામાં પણ પરસેવો કેમ વળે છે ?"

“કપાળે સ્વેદ આ ઝાઝો,
“પવનથી ના જ લ્હોવાતો;
“ક્ષમા કરજે – હું લ્હોઉં તે.”
“તું જો, જાગી, હું લ્હોઉં તે.”

એનો પરસેવો હાથ વડે લ્હોયો અને તે હાથ પર વળગ્યો તેમાં કાંઈ નવીનતા હોય તેમ એ પરસેવાને એ જોઈ રહ્યો. પોતાના હાથ ઉપરથી તે લ્હોઈ નાંખતાં જીવ ન ચાલ્યો – પણ અંતે અંચળા ઉપર લ્હોયો. પરસેવો થયો તો મૂર્છા પણ વળે એવું કલ્પી સુતેલીના નાક આગળ હાથ ધરી તેમાંથી નીકળતા શ્વાસનું પ્રમાણ જેવા લાગ્યો.

“જડે ના જીવ કાયામાં,
“સરે આ શ્વાસ [૧]નાસામાં;
“રહે ના ધૈર્ય; તે જોઉં;
“ક્ષમા કરજે, ઉરે રોઉં.”

નિઃશ્વાસ મુકી નાક આગળથી હાથ લઈ લીધો, લેતાં લેતાં મૂર્છાવશ નેત્રની પાંપણોમાંથી આંસુ નીકળતાં ટપકતાં જણાયાં. કંઈક આશા અને કંઈ લાભ ધરી, અને કંઈક અચકાઈ આ મીંચાયેલી આંખો, પથરાયલી પાંપણો, ચંદ્રના કિરણથી પ્રકાશિત પરપોટા જેવાં લાગતા મોતી જેવાં સરી પડતાં આંસુ, અને વર્ષાદના બિન્દુથી ભીના કમળના પત્ર જેવા ગાલ: આ સર્વે દીપક સામગ્રી ઉપર દૃષ્ટિ ઠરી પણ દીપ્ત થવાને સટે દીન બની .

“મીંચાયાં નેત્ર, ત્હોયે આ ,
“સરે આંસુ તણી ધારા !

  1. ૧. નાકની નસકોરી.