પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૪


“કરી ભીની પાંપણો તેણે,
“પડે સરી પાસ બે તે તે.”

એ આંસુ લ્હોવા લાગ્યો ! પુરષથી અસ્પૃશ્ય સુન્દર કોમળ પોપચાં ને ગાલ ઉપર આ હાથ ફરવા લાગ્યો તેની સાથે આ પુરુષના હૃદયમાં કંઈ તાર પહોંચ્યો હોય તેમ ચમકારો થયો.

“પ્રિયા ! આ આંસુ લ્હોતો હું;
“વદનશશિબિમ્બ જોતો હું;
“અધિકૃત, આંસુ એ લ્હોવા,
“હું, ના મુખકાન્તિ તુજ જોવા.

“પ્રમાદના મન્દિરમાં આંસુ લ્હોવાનો અધિકાર ન હતો તે આજ પ્રાપ્ત થયો. પણ જે મુખ જોવા, જે મુખ ઉપર મોહ પામવા, ત્યાં અધિકાર ન હતો તે તો આજ પણ નથી જ. પણ ક્ષમા કરજે ! જોયા વિના ન ર્‌હેવાયું તે જોયું – જોઉં છું – ને જોયાં કરું છું. અહો ! પ્રથમ સમાગમકાળના ને આજના મુખમાં શો આ ફેર ?

"ઉંડી મૂર્છા થકી, ઉંડે
"હૃદયદુઃખે, ઉંડુ બુડે
"પ્રવાતથી પદ્મ ત્યમ, અા ક્યાં
“દુખી મુખ? મુગ્ધ મુખ તે ક્યાં ?”

એ મુગ્ધ મુખ સાંભરતાં, દુઃખકાળે પણ આજ તેની સુન્દરતા ત્યાં પ્રત્યક્ષ થતાં, સરસ્વતીચન્દ્ર કંઈક ભાન ભુલ્યો, અને એ ગાલ અને ઓઠ સુધી પોતાનું મુખ નીચું નમાવી અચિન્ત્યો ચમક્યો, અટક્યો, અને પોતાનું મુખ ઉંચું લઈ લીધું ને પોતાની જાતને ઠપકો દેવા લાગ્યો.

“સરસ્વતીચંદ્ર ! આ પવિત્ર જીવે રાખેલા પરમ વિશ્વાસનો ઘાત ત્હારે જ હાથે થાય તો તો વિપરીત જ થાય ! ત્હારી અધોગતિ તો પછી, પણ આ પાપ તો નહી જ વેઠાય."

“તપ્યાં ઉર શીત કરવાને,
“વિકારો ને શમવવાને,
“ઉંડા વ્રણે[૧]ને રુઝવવાને,
“અમૃતરસરાશિ દ્રવવાને,

  1. ૧. ઘા