પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૫


“અધરપુટ મન્મથે ભરીયું,
“મૃદુપણું ગાલમાં વસીયું;
“પ્રીતિજીવના વિના શબ એ !
“અધર્મઋતુંવીશે વિષ એ !

“આ અધર પુટ અને ગાલ શબ તો નથી જ ! પણ તેની ધર્મઋતુ ગઈ ને હવે આવે એમ નથી. કુમુદ ! તું જાગ, ઉઠ. ને આ દુષ્ટ ખેાળાનો ત્યાગ કર ! આ શરીરના સ્થૂલ મર્મ હવે મ્હારા હૃદય ઉપર ચ્હડાઈ કરે છે !”

કુમુદસુંદરીની છાતીના ભાગ સામું એ જોઈ રહ્યો, ત્યાંથી દૃષ્ટિ બળાત્કારે ખેંચી લેઈ ચન્દ્ર ભણી ને સામા થાંભલા ભણી હઠ કરી વાળવાં લાગ્યો, પણ સર્વે બળાત્કારને હડસેલી દૃષ્ટિ તે પોતાને ઈષ્ટ સ્થાને જ વળવા લાગી. સરસ્વતીચંદ્ર હવે અકળાયો.

“અતિરમણીય ઓ વેલી !
“ઉરે મુજ વાસના રેલી !
“ધડકતું ઉર તુજ ભાળું,
“સમાવા ત્યાં જ લોભાઉં !
“નથી અધિકાર જોવા જો,
“હૃદયફળ ! માં જ લોભાવો.
“કંઈ કંઈ લોભ સંસ્કાર
“સુતા જાગો ! હવે જાવ !”

જરાક ધૈર્ય અને જાગૃતિ ધારી બોલ્યો.

“અહો લોભાવતી વેલી !
“હતી તું મ્હાલવી સ્હેલી.
“કલાપી[૧]હવે હું ઉડું પાસે !
“નમાવું ન બેસીને ડાળે !”

“અહા ! સ્મરણનું શુભ વિસ્મરણ થાય છે ત્યાં જ વિસ્મરણને સ્થાને દુષ્ટ થવા માંડે છે ! અરે ! આ વિડમ્બનામાંથી કેવી રીતે, મુક્ત રહું ?"

કુમુદસુંદરીએ વાળેલી સોડ આગળથી વસ્ત્ર છુટું પડી ફરફરતું હતું તે પાછું એની સોડમાં ઘાલતો ઘાલતો, એ પ્રવૃત્તિ પ્રસંગે મૂર્છામાં પણ


  1. ૧. મોર, કલાપ કરનાર.