પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૪


થશે કે નહી ?” એ પ્રશ્ન પણ એમને સુઝ્યો નથી. દમ્પતીના અદ્વૈતનું આવું પરિણામ છે અને સંસારને તે ગમતું નથી તેનું કારણ એટલું જ છે કે તેના લગ્નવિધિથી સ્ત્રીપુરુષનાં શરીરને પરસ્પર-અતિથિ કરી દેવાના રૂઢ આચારે સંસારની દૃષ્ટિમર્યાદામાંથી દમ્પતીનાં શુદ્ધ રૂપનું સ્વપ્ન સરખું હાંકી ક્‌હાડ્યું છે. મધુરી ! મ્હેં પિતાના કરતાં સ્ત્રીને વધારે ગણી હત તો હું જુદો આવાસ માંડી સ્ત્રીસાથે તેમનાથી જુદો ર્‌હેત; પણ તેથી તેમને જે દુઃખ થાત તેનો પ્રતીકાર, અને તમારું તેમનું કલ્યાણ, સર્વને સાથે લાગી સાધવાનો મને જે એક જ માર્ગ સુઝ્યો તે મ્હેં લીધો. પ્રીતિને મિથ્યા ગણવી કે નહી એ તો ચંદ્રાવલીમૈયા તમને મ્હારા કરતાં વધારે સારી રીતે સમજાવશે ને તે વિષયમાં મ્હેં કંઈક બોધ એમની પાસેથી જ લીધો છે. બાકી પિતાની કે તમારી કોઈની પ્રીતિને મ્હેં શુષ્ક તો નથી જ ગણી. તમારી પ્રીતિ શુષ્ક ગણી હત તો આજ મને પરમ શમસુખ મળ્યું હત. પિતાની પ્રીતિને શુષ્ક ગણી હત તો આજ અત્યારે આપણે બે મુંબાઈનગરીનાં કોઈ મ્હેલમાં હત. તમારા ઉપરની પ્રીતિને લીધે હું અત્યારે તપું છું તે પિતા ઉપરની પ્રીતિથી નથી તપતો એમ નથી. પણ મ્હેં ઉત્પન્ન કરેલા તમારા દુઃખનું નિવારણ કરવું એ મ્હારો ધર્મ છે, અને પિતાની જ તૃપ્તિને માટે કરેલા ત્યાગનો ત્યાગ કરવો એ હવે અધર્મ છે. એ ત્યાગ તો થયો તે થયો. હાથીના દાંત બ્હાર નીકળ્યા તે નીકળ્યા.

કુમુદ૦- પિતાના તેમ મ્હારા ઉભયના દુઃખનું કારણ તમારો ત્યાગ છે તો મ્હારા દુ:ખના નિવારણમાં ધર્મ કયાંથી આવ્યો અને તેમના દુ:ખના નિવારણમાં અધર્મ કેમ આવ્યો ?

સર૦– ઉભયના દુ:ખનું કારણ મ્હારો ત્યાગ છે એ વાત ખરી નથી. તમારા દુઃખનું કારણ મ્હેં જ તમારા હૃદયમાં ઉત્પન્ન કરેલી પ્રીતિ છે. પિતાના દુઃખનું કારણ પણ મ્હારા ઉપરની તેમની પ્રીતિ જ છે, પણ એ પ્રીતિને મ્હેં ઉત્પન્ન કરેલી નથી, મ્હેં આમન્ત્રિત કરી નથી, અને એ પ્રીતિનો પ્રદીપ મને વાક્યો ક્‌હેતી વેળાએ તેમણે હોલવી નાંખ્યો તે ફરી દીવાસળીથી બળેલી વાટને મુખે પિતા હવે નવા દીવા સળગાવે તેનાં પરિણામનો પ્રતીકાર કરવો મને પ્રાપ્ત થતો નથી. જે પ્રીતિ શબરૂપ થઈ તેના પ્રેતને ચેતનરૂપ ગણી ઘરમાં વાસ આપવો ઘટતો નથી. એ પ્રેત તો પોતાને પીપળે જ વસે.

કુમુદ૦- તમારા હૃદયમાં હજી ગુપ્ત ઉંડો રોષ છે તે તમારી પાસે આમ બોલાવે છે. તેમની પ્રીતિ કદી હોલાઈ નથી – માત્ર પવનના ઝપાટાથી