પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૧

પણ સમૃદ્ધિ પામી નથી. ગજરાજની પાઞ્ચાલી હસ્તિની છે ને હસ્તી અને હસ્તિની ઉભયની પ્રીતિ ઝાઝી છે પણ તેની પ્રીતિક્રિયાના સંસ્કાર સંપૂર્ણ નથી.

કુમુદ૦– શી રીતે?

સર૦– હાથીની સુંડમાં જે સૂત્ર છે તેનો જ સ્વર નીકળે છે તે સાંભળેા.

એ સ્વર સંભળાયો.

"[૧]लीलोत्खातमृणालकाण्डकवलच्छेदेषु संपातिताः ।
पुष्यत्पुष्कररवासितस्य पयंसो गण्डूशसंक्रान्तयः ॥
सेकः सीकरिणा करेण विहितः कामं विरामे पुन-
र्न स्नेहादनरालबालनलिनेपत्रातपतं धृतम् ॥"

સર૦– આપણે અંહી બહુ વેળા વીતી ગઈ. આપણા ચિરંજીવોને જોવાને તેટલો વિલમ્બ થાય છે.

કુમુદ૦- સત્ય છે – પણ આ પોપટ કંઈક બોલે છે.

પોપટ૦– અમેરિકાના, અને મહાસાગરો વચ્ચે ઉભેલા દ્વિપોમાંના, કપિલેાક ! તમને મ્હારી વાસના અને જિજ્ઞાસા તૃપ્ત કરવાનો અવકાશ નથી ?

દોરડે દોરડે કપિલોકનાં ટોળાં વળગી પડેલા હતાં તે ગર્જી ઉઠ્યાં.

“England expects every man to do his Duty. Do thou thine !"

પોપટ૦– મ્હારો દેશ ક્યારે મ્હોટી સ્થિતિમાં આવશે ? એની જન્મપત્રિકા કરો !

એક કપિ દોરડે વળગી ચ્હડતો ચ્હડતો ઉંચે આવ્યો ને બોલવા લાગ્યો.

“પોપટ ! તને કહ્યું કે ત્હારો ધર્મ જાણ ને તે પ્રમાણ વર્ત્ત. એટલે ત્હારાં દેશનું કલ્યાણ થશે. ટુંકી શીખામણ શા માટે સમજતો નથી ?”

પોપટ૦– આ ચકોરે લાંબી શીખામણ દેઈ પોતાની બડાશો મારી ને અંતે આખી દુનીયામાં જાદવાસ્થળી થવાની બતાવી ને છતાં મ્હારે કરવાનું તે કંઈ ન બતાવ્યું ! તમે એક પાસથી લ્હડો છો ને અનેક દેશનાં અનેક પ્રાણીયો ઉપર અનેક અધર્મ કરો છે ને મને ટુંકો ધર્મ બતાવે છે તે શું તમારો કપટદમ્ભ નથી ?


  1. ૧ માલતીમાધવ