પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૩


appears the more certainly to promise a brighter future as the government which now controls the nation has come to an earnest though late resolution to rule with the help of the Indians for the good of the people, while the intellectual force and cultivation of their western tribesmen are disclosing themselves ever more clearly to the eager activity of eminent Hindus.

“Prof Max Duncker's Ancient History of India," translated from the German by E. Abbott.

“To the Aryans I give the world !” So ran the prophecy of an ancient Hindu seer, and on this prophecy, which history attests, Herr Arnoldson builds his theory as to the fulfilment of the Hope of the Ages – the World's Peace. × × The Aryans were homed together once × × × × × The Utopia of Victor Hugo's vision × × × × means no more, no less, than the tardy re-union of the Aryan family, divided now against itself.

Review of reviews, 15th July 1901, p. 92.


अथ धृतराष्ट्र उवाच । धर्मक्षेत्रे करुक्षेत्रे समवेता युयुत्स्वः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सख्य ॥
महाभारत, भीष्मपर्व.

સ્વપ્નનાં સરસ્વતીચન્દ્ર, કુમુદ, અને પોપટ ઉડ્યાં તે છેક કુરુક્ષેત્રની સામેના હિમાલયના શિખર ઉપર આવી તેનાથી પણ ઉંચે લટક્યાં. તેની પાછળનો મધ્ય એશિયાનો ભાગ, ટીબેટ, તાતાર, ને ચીન ત્યાંથી દૃષ્ટિએ પડતાં હતાં અને તેમાં દૂર દૃષ્ટિમર્યાદામાં રીંછના ઝુંડ ઉભાં થઈ પાછલા પગ ઉપર ચાલતાં દેખાયાં. તેમાંથી કોઈક પૂર્વ સમુદ્ર ભણી જતાં હતાં ને કોઈક હિમાલય ભણી આવતાં હતાં. બીજાં પણ અનેક પશુઓ પૂર્વ, પશ્ચિમ, અને ઉત્તરમાં દોડાદોડ કરી મુકતાં હતાં અને માત્ર રીંછને દેખી આઘાં પાછાં થઈ જતાં હતાં. પશ્ચિમમાં પર્વતની ખીણોમાં અનેક વરુ ટોળાબંધ ફરતાં હતાં. તેમના