પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૧


“હું કાંઈ બ્રાહ્મણ નથી. હું તો કપિ જેવો ગમે તો એકે વર્ણનો નથી ને ગમે તો ચારે વર્ણનો છું ને તેના ઉપરાંત મ્‍લેચ્છ વર્ણનો પણ છું. કુરુક્ષેત્રમાં મ્‍હેં કેટલા કેટલા અવતાર લીધા છે તે શું તમે લોક જાણતાં નથી?” અશ્વસ્થામા ગર્જી ઉઠ્યો ને ધાવવાનું છોડી, પોતાનું રાક્ષસી સ્વરૂપ લેઈ, પલંગથી આઘો ભમવા લાગ્યો.

તેની પાછળ હનૂમાને પણ નીચે પ્રોઢ સ્વરૂપ ધરી ફેરા ફરવા માંડ્યા ને મુખે ગાવા માંડ્યું.

“કોણ એ સમાન કામિની દત્ત-ફળીયેલ રામા ?[૧]

“ કુન્તીમાતા ! આટલી ક્ષમા ને ધીરતા રાખી તો થોડી વધારે રાખો. જુવો ! જુવો ! પાંચે ભાઈઓની છાયાઓ દેખાય છે ને ક્ષિતિજમાં રામમૂર્તિ પણ પાઞ્ચાલીમાતાના ભાગ્યને તેનું સૈભાગ્યફળ આપવાં હેરાફેરા કરે છે ! એમનાં પટકુળનો પૂરનાર અર્જુનનો સારથિ જ્યાં સુધી આપણી સર્વની ચિન્તા કરે છે ત્યાં સુધી શોક નિષ્કારણ છે. ”

પાઞ્ચાલીનો સ્વર આવવા લાગ્યો:

હરિ ! હરિ ! ત્યજીને ગયા તમે;
હૃદયની વ્યથા શી પછી શમે ?
હરિ ! હરિસમાં [૨] સર્વે બાળ એ
રજનિમાં હણ્યાં બ્રહ્મરાક્ષસે ! [૩]

કુન્તીનો સ્વર સંભળાયો :

દુખ ન આમ તું ધાર, દીકરી !
હરિ તને ત્યજીને ગયા નથી.
હરિસમાં હણી બાળને, કદી
સુખ થકી સુતો વિપ્ર આ નથી.”

પાઞ્ચાલી-“ પ્રિયતમા તું છે એવું કંઈ કહી

હિમગિરિશિરે મુજને મુકી !
મુકી ગયા પતિ પાંચ એકલી

  1. ૧. નરસિંહ મ્‍હેતાની લખેલી આ કડી છે. અર્થ–શેલડીના છેાલ ઉતારતાં કૃષ્ણને છરી વાગી ને લોહી નીકળ્યું તે વેળા પાંચાલીએ પોતાનુંપ્હેરેલું વસ્ત્ર ફાડી તેના કડકાથી એ લોહી અટકાવ્યું ને તેના બદલામાંશ્રીકૃષ્ણે કૌરવસભામાં અણીની વેળાએ ચીર ઉપર ચીર પુર્યા, આમ જેનીદત્ત વસ્તુને ફળ આવ્યાં હોય તે “દત્તફળીયેલ” કામિની પાન્ચાલીજેવી કોણ છે?
  2. ર. હરિ એટલે સિંહ જેવા.
  3. ૩. અશ્વત્થામા તે બ્રહ્મરાક્ષસ.