પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૫
કુરુસ્થળે ઉગ્યા વૃક્ષ ધર્મનો,[૧]
નમી નમી બધા વિશ્વમાં ખીલ્યા !
કુરુકુળે મુવો શત્રુ ધર્મનો[૨],
જીવી જીવી ધરે ધર્મ પ્રેતનો !
પવનરૂપ એ સંચરે બધે !
ડર ન, દીકરી ! ધ્વસ્ત એ થશે !
કુરૂકુળે ઉગ્યા દેવવૃક્ષ[૩] જે,
નમી નમી બધા યુગમાં ખીલે !
બળથી ઝાપટે વાયુ તેમને !
અમર વૃક્ષ એ ઝાપટ્યા વધે !
ભરતવર્ષની માત ! ધર્મની
દિવિજ દેવી તું ! પૂજ્ય[૪] દીકરી !
નયનપદ્મને કંઈ ઉઘાડને !
પવન વાય આ સ્પર્શી પાર્થને !
ઉઠ તું, દીકરી ! જે, કિરીટીનો[૫]
રથ ક્ષિતિજમાં દૂર ઓ ઉભો !
ફરફરે કપિ-હસ્તમાં ધ્વજ !
સુભટ સારથિ ઓ ઉભા અજ[૬]!”

આ સ્વર બંધ પડ્યા ત્યાં નીચેથી હનુમાનનો સ્વર સંભળાયો.

મ્હારે એક શ્રદ્ધા છે રામની સાચી !
જેણે પાળ જગમાં છે ધર્મની બાંધી.
પ્રભુ એક; જુદાં ધરે બહુ નામ,
મ્હારે, સર્વનામમાં એક જ કામ.
વહ્યો હું સ્કન્ધે લઈ રામસીતા;
વહી સ્કન્ધે પાળના શૈલની શિલા.
વહી સ્કન્ધે કિરીટીની મ્હેં પતાકા; .
ચીસો પાડી સુભટ કુરુના ઢાળ્યા.
હૃષીકેશ[૭] રણમાં વહે રથ જયારે,

  1. ૧. પાંડવરૂપ.
  2. ર. દુર્યોધન.
  3. ૩. પાંડવો
  4. ૪. સ્વર્ગમાં ઉત્પન્ન થયલી તે દિવિજ; ધર્મરાજાની દેવી - તે પટરાણી
  5. પ. કિરીટી = અર્જુન.
  6. ૬. ન જન્મેલા; કૃષ્ણ:
  7. ૭ શ્રી કૃષ્ણ.