પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૩

સમાઈ બેસી ર્‌હેતો નથી એવું સિદ્ધ કરવા હું હીમાલયની પેલી પાર પ્રવાસે નીકળ્યો તેથી આ પરાક્રમ કરી શકયો."

“પાંચાલી ! અરણ્યોમાં ને નગરોમાં, રંક લોકનાં ઝુંપડાંઓમાં ને રાજાઓના મ્હેલમાં, વીરલોકનાં અસ્ત્રોમાં અને વ્યાપારીયોના વ્યવહારમાં, મહાત્માઓનાં ચરિતમાં ને બાલકના વિનોદમાં, ત્યાગીના ત્યાગમાં ને કામના ભાગમાં, હૃદયમાં તેમ જિવ્હા ઉપર, જ્ઞાનેન્દ્રિયોમાં તેમ કર્મન્દ્રિયોમાં, પુરુષોમાં તેમ સ્ત્રીયોમાં, આસ્તિકોમાં તેમ નાસ્તિકોમાં, જ્યારે એવું ચારિત્ર્ય સ્ફુરે કે તેથી તેના ચરનારના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિ થાય, સમીપસ્થ દેશનું કલ્યાણ થાય, અને દૂરતમ લેકનું પણ અહિત ન થાયઃ- ત્યારે એ ચારિત્ર્યમાં તું મ્હારા શુદ્ધ સ્વરૂપને જોજે. આવા ચારિત્ર્યના પોષણથી વ્યક્તિની, દેશની, અને લોકમાત્રની સુવ્યવસ્થા છે. એ વ્યવસ્થાના ધર્મ ઈશ્વરને પોતાની પૂજાના કરતાં વધારે પ્રિય છે, અને પોતાની ભક્તિના કરતાં વધારે ઇષ્ટ છે. પોતાના સાક્ષાત્કાર કરતાં આ ધર્મમાં ઇશ્વર કોઈ રીતની ન્યૂનતા જોતા જ નથી, પણ પરમાત્માના સાક્ષાત્કારનું તેમ સાયુજ્યનું પ્રધાન લક્ષણ આ ધર્મના ઉદયથી જ ગેોચર થાય છે. સર્વ દેશો માં સર્વે કાળમાં થયેલા સર્વ અવતારોના ઉપદેશમાંથી આ દોહન મ્હેં કહાડ્યું છે. સર્વ ઉપનિષદોનું દોહન કરનારે જેને બ્રાહ્મી સ્થિતિ કહી હતી[૧], જેને માટે પ્રસાદાત્મક નિસ્ત્રૈગુણ્ય વ્યવસાયાત્મક બુદ્ધિથી જ પર્યાપ્તિ છે [૨], જેને માટે વેદવાદની પુષ્પિત વાણીને ગીતામાં ભગવાન્ પોતે અપર્યાપ્ત ગણે છે [૩], જેને માટે એ ભગવાને પોતે બુદ્ધ થઈ વેદ અને બ્રાહ્મણેના અધર્મમાર્ગને દૂર કર્યા, જેને લીધે પશ્ચિમના લોક આજના સંસારમાં વ્યવસ્થાનું પોષણ કરી શકે છે, જેના યેાગને “કર્મમાં કૌશલ ” ક્‌હેલું છે [૪]: એ જ ધર્મ મ્હારો આત્મા છે ને એ જ આત્માના તેજથી મ્હારું આ બ્રાહ્મી સ્થિતિવાળું શરીર તું જુવે છે, એ ધર્મ જ્યારે ત્હારા બ્રાહ્મણો જોશે ત્યારે હું ત્હારી પાસે આવીશ, ને ત્યાં સુધી તો એ બ્રાહ્મ યુગને આણવાને સંસારચક્રને ફેરવનાર પરમાત્મા ત્હારી સંભાળ લેશે – અને તે પણ તું તે સંભાળની અધિકારિણી હઈશ તો !"

“ક્ષત્રિયાણી ! રખે તું ત્હારા અસહ્ય દુઃખથી ત્રાસી અકર્તવ્ય કરતી ! દુઃખથી તું ડરીશ નહી, ભયથી છળીશ નહી, સુખથી ફુલીશ નહી !


  1. ૧. ગીતા.
  2. ૨. ગીતા.
  3. ૩. ગીતા.
  4. ૪. ગીતા.