પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૪

વર્ણભેદને ને ચાતુર્યભેદને લીધે તેઓ જુદા જુદા વસે છે. તેઓ પરસ્પર મિત્ર છે કે શત્રુ છે તે વીશે તેઓ સંશયમાં છે ને આ અવિશ્વાસના યુગનું બળ તેમને શંકિત રાખે છે, સંહારકાળ અવિશ્વાસમાંથી જ ઉભો થાય છે, અને ઋક્ષ અને કપિની વચ્ચે પણ પેલું ક્રૌંચરન્ધ્ર અને આ કુરુક્ષેત્ર જ છે. જો આમનો અવિશ્વાસ એમને શિર સંગ્રામ કાળ જ આણશે તો આ ધર્મક્ષેત્રમાં તેમણે ઉતરવાનું છે અને એમાં જ એમણે તોળાવાનું છે. પાઞ્ચાલી ! ક્રૌંચરન્ધ્ર, બ્રહ્માવર્ત, અને કુરુક્ષેત્રનાં યુદ્ધોમાં ધર્મના અને બ્રાહ્મી દશાના જ ઉદય થાય છે, ત્હારા સ્વામીના જ રથો આ સ્થાનોમાં વિજયી થાય છે, અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોને ને મુસલમાનોને તેમાં તોળીને તેમાં ન લ્હડનાર દૂર ઉભેલ કપિલોકને આ ક્ષેત્રે લાભ અપાવ્યો અને એકવાર તટસ્થતાથી ત્હારું કલ્યાણ થયું, તેમ જ આ ક્ષેત્રમાંના જ્વાળામુખીને જાગવાને વારો આવશે તો શસ્ત્રહીન દશામાં પણ ત્હારું તો કલ્યાણ જ થશે અને તે કાળે જ્ઞાત કે અજ્ઞાત જે પક્ષમાં ધર્મ હશે તેનો જ ઉદ્ધાર થશે. તે કાળે કપિલેાક ડાહ્યા થયા હશે અને ત્હારી પ્રજાનો વિશ્વાસ કરવાનો ધર્મ શીખ્યા હશે તો એ લોક જાતે ત્હારા પુત્રોને અસ્ત્રવિદ્યા શીખવશે અને તેમના ધર્મપક્ષમાં રહી તેમના શત્રુ સામે ત્હારા પુત્ર વિજયી થશે, જો આટલે સુધી કપિલેાક અવિશ્વાસના યુગને તોડી નહી શક્યા હોય તો, પાઞ્ચાલી, ત્હારા હૃદયમાંના ધર્મને જ તું વળગી ર્‌હેજે, કુરુક્ષેત્રના જવાળામુખથી કપિલેાક તને જેટલી દૂર રાખે તેટલી દૂર પ્રસન્નતાથી ર્‌હેજે, અને એ ધર્મક્ષેત્રને પોતાનું કર્તવ્ય જે માર્ગે લેવું હોય તે માર્ગે લેવા જ દેજે ! ત્હારું તેણે કદી અકલ્યાણ કર્યું નથી ને કરનાર પણ નથી."

“તારા હૃદયના આશ્વાસન માટે આટલી કથા પર્યાપ્ત છે, પણ જિજ્ઞાસાની તૃપ્તિને માટે વિશેષ જાણવાનું તે પણ તું જાણી લે અને જે બ્રાહ્મયુગનો પવન વાય છે તેનાં કારણ, સ્વરૂપ, અને ફળ પણ જાણી લે."

“આર્યલોક હિમાચલની પેલી પાસ ર્‌હેતા ત્યારે તેમના રક્ષણને માટે ઈશ્વરે વિષ્ણુરૂપે પોતે પ્રથમ ચાર અવતાર લીધા હતા અને પશુકર્મ કરનાર અસુરોને માટે તેમના જેવા અવતાર લીધા હતા અાર્યો આ દેશમાં આવ્યા તે પછી પ્રથમ બે અવતાર, વામનરૂપ