પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯


સર્વનો ક્રોધ ઉતરી ગયો અને મણિરાજ અને વિદ્યાચતુર શીવાય સર્વ હસવા લાગ્યા, અને તેમના મુખ ઉપરથી ઉતરેલો ક્રોધ વીરરાવના મુખ ઉપર સંક્રાંત થયો. તે જોતાં જ, ચંદ્રકાંત બોલી ઉઠ્યો.

“વીરરાવ, Those who hit hard must be prepared to be hit hard! ભાઉસાહેબ, આ ગૃહસ્થોનાં વાક્યોને પણ આપણી ચર્ચાનો, તમારી ચર્ચા જેવોજ, ભાગ સમજી, શાંત રહી ચર્ચા ચલાવો. નીકર આપણા મુંબાઈની પ્રતિષ્ઠા ખોશો.”

વીર૦ – “મ્હારી ભુલ એ થઈ કે તમે ચર્ચા ચલાવતા હતા તેમાં મ્હેં વિધ્ન પાડ્યું, તમે એમની સાથે કેમ પ્હોંચી વળો છે એ જોવાની લ્હેજત વધારે સારી છે.”

ચંદ્ર૦ – “ત્હોય ભલે. મ્હારે ઘણાક પ્રશ્નોને ઉત્તર દેવાનો છે તેમ પ્રથમ તમનેજ કાંઈ ઉત્તર દેઈશ. પ્રથમ તો તમારી લ્હેજત તમે એાછી કરી નાંખી તેનું કારણ સાંભળો. ચર્ચાનો શુદ્ધ રસ ગાળો અને શાપથી વધતો નથી, પણ ઉદાત્ત રસના ભરેલાં નર્મવાક્યોથી અથવા ગુપ્ત મર્મ અને પ્રકટ વિનોદ એ ઉભયથી ભરેલી વાક્યરચનાથી ચર્ચાના પ્રહાર સફલ, આનંદજનક, શુદ્ધ રસના ઉત્તેજક, અને અદૃષ્ટ પણ અચુક રીતે સત્યના સાધક થાય છે. તમને આનો અનુભવ આપણા પ્રિય રત્ન કુલીન સરસ્વતીચંદ્રના સહવાસથી થયલો છે અને દેશી રાજ્યોના આવા પુરુષોના સહવાસથી પણ તે શીખશો. હું કબુલ કરું છું કે ઘણો પ્રયાસ કરવા છતાં મ્હારામાં તે કલા માત્ર સ્વલ્પ અંશે આવી છે તો એ પ્રયાસનો તિરસ્કાર કરનાર તમારા જેવામાં તે કંઈ પણ અંશે ન આવે તેમાં કાંઈ નવાઈ નથી. હું આ ગૃહસ્થની પેઠે તમારો તિરસ્કાર કરતો નથી કારણ તમારા જેવા જ દેષનું હું પણ પાત્ર છું. પરંતુ આજે તમે હાર તો નહી પણ લાત ખાધી, તેનાથી તમારા મનમાં કંઈક એટલું તો સત્ય વસશે કે આપણી રીતમાં કાંઈક દોષ છે. એ દોષમાંથી મુકત થવાના મ્હારા પ્રયાસને તમે માખણ ક્‌હો છો તેમાં મને ઇષ્ટાપત્તિ છે, કારણ सत्यं मृदु प्रियं वाक्यं धीरो हितकरं वंदत् એ શાસ્ત્રના આચારમાં માખણ હોય તો તે જેવું સ્વાદિષ્ઠ તેવુંજ પૌષ્ટિક છે અને તેમાંથી જ ધીની આશા છે. એ માખણનો ઉદાત્ત ઉદ્દભવ પવિત્ર દુધમાંથી છે ને જ્યાં સુધી તેમાં અસત્યનું પાણી અથવા કુપથ્યની ખટાશ નથી મળ્યાં ત્યાં સુધી તે માખણ ગ્રાહ્ય છે, તમારા મરાઠી લોકનો આચાર વગર વિચારની ગાળો દેવામાં જ છે, પણ અમારે ત્યાં કંઈક જુદું જ પ્રકરણ છે. તમારે ત્યાં પણ ઇન્દુપ્રકાશનું