પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૦

પ્રવૃત્ત થા ! હું વિષ્ણુનો ચિરંજીવ બ્રાહ્મણાવતાર તને વહન આપવા તત્પર છું ! ત્હારી થોડી ઘટિકામાં કે થોડા દિવસમાં તું એ વહન પામીશ !"

"પાઞ્ચાલી ! કુન્તી ! પાણ્ડવો ! હનૂમાન ! અશ્વત્ત્થામા ! ભીષ્મ ! નાગલોક ! આ ગિરિ અને સાગરો વચ્ચેના જંતુઓ !

किं दोर्भ्यां किमु कार्मुकोपनिषदा किं वैष्णवेनोर्जसा
किं वेदाधिगमेन भास्वति भृगोर्वंशे च किं जन्मना ।
किं वाऽनेन ममाद्भुतेन तपसा दूषां कृतान्तोपि चेद्
युष्मांत कुरुते किमष्यनुशयो यो मे स पुश्णातु वः [૧]
तदिमा वै
पाण्डवैराहितं तेनो दधानां भूतये भुवः ।
लोका जानीत पञ्चालीमग्नीगर्भो शमीमिव [૨]


પરશુરામનો સ્વર બંધ પડ્યો ને તેની સાથે આકાશના સર્વ ચન્દ્ર પાઞ્ચાલીની આશપાશ પ્રદક્ષિણા કરવા લાગ્યા અને એ સર્વ ચન્દ્રલોકમાંથી સૂક્ષ્મ સુન્દર ગાન નીકળવા લાગયું.

“પાઞ્ચાલી ! પાઞ્ચાલી !

"[૩]कुलाचला यस्य महीं द्विजेभ्यः
प्रयच्छतः सोमदृषत्त्वमापुः।
बभूवुरुत्सर्गजलं समुद्राः
स रैणुकेयो भवतीं धिनोतु ॥"

  1. ૧. જયાં સુધી યમ પણ તમને દૂષિત કરી શકે છે ત્યાં સુધી- મ્હારું બાહુબળશા કામનું છે ? મ્હારું અસ્ત્રજ્ઞાન શા કામનું છે ? મ્હારૂં વૈષ્ણવ સામર્થ્ય શાકામનું છે ? મ્હારો વેદબોધ શા કામનો છે ? ભૃગુ મુનિના પ્રકાશમાન વંશમાંમ્હેં જન્મ લીધો તે પણ શા કામનો છે ? અથવા આ મ્હારું અદ્ભુત તપ પણશા કામનું છે ? અાવી જે અનિર્વચનીય ચિન્તા મ્હારા મનભાં રહ્યાં કરે છે તેચિન્તા તમારા પાષાણનું સાધક થાવ ! ( સુભાષિત રત્ન ભાણ્ડાગાર ઉપરથી.)
  2. ર. તો,હે લેાકો, શમી (વૃક્ષ) ગર્ભમાં અગ્નિનું ધારણ કરે છે તેવી જ રીતેપાં ડવોએ અર્પેલા તેજનું, આ પાઞ્ચાલી, પૃથ્વીના કલ્યાણને માટે, ધારણ કરેછે તે જાણો ! ( શાકુંતલ ઉપરથી ).
  3. ૩. જેણે દ્વિજ એટલે સંસ્કાર પામેલીબુદ્ધિવાળા વર્ગને પૃથ્વી આપી તે વેળા તે દાનમાં આપેલી પૃથ્વીની સીમઉપર બાણના પથરાને સ્થાને ફુલાચલ થયા (એ સીમવાળો દેશ આ છે)અને દાનકાળે સંકલ્પનું પાણી મુકેલું તે આ ત્રણ પાસના સમુદ્રરૂપ થઈ ગયું(એ સમુદ્રના ઉપયોગથી જ આમ સંપત્તિ અને ઉદ્ધાર છે), તે પરશુરામ તમ આર્યાનું પોષણ કરો !” (સુભાષિત રત્ન ભાંડાગાર ઉ૫૨થી).