પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૪

કલ્પલતા જેવી થશે અને આખા જગતનું કલ્યાણ કરવાનાં બીજ પુરાણ પાંડવોના સહચારથી પોતાના ઉંડા ગર્ભકમળમાં સાચવી રહી છે તેને જન્મ આપશે ! અને તે તેજસ્વી સુજાતનું સર્વ જગત અભિનન્દન કરશે !"

કુમુદ૦– આપણા ચકોર જેવાંની ક્ષુદ્ર ચાંચો ચંદ્રલોકનું તેજ આમ ધરે છે – અને ચંદ્રના તેજમાં પીન લીન થઈ સર્વ તારાઓના તેજને તે ભેગું પીયે છે !

સર૦- "આપણે ચકોર જેવાં હતાં તે યોગસિદ્ધિને પામીએ છીએ ને યોગારૂઢ ચકોર ચંદ્રલોકમાં અને ત્યાંથી તારામંડળમાં ઉડે છે ને સર્વ તારાઓના હૃદયના તારમાં પોતાના ગાનના સ્વર ભરે છે – કુમુદ ! તું સાંભળે છે ? આપણા કલ્યાણગ્રામના આશ્રમીયો પોતાની વિદ્યાઓથી, કળાઓથી, અને વ્યાપારથી, આ ગ્રામને માટે મ્હેં ક્‌હાડેલા દ્રવ્યમાં ઘણો વધારો કરશે. તેમને જોઈતાં દ્રવ્ય આપી આપણે જે દ્રવ્યની વૃદ્ધિ કરાવીશું તેમાંથી એક ભાગ આશ્રમના કલ્યાણ માટે લેઈશું, ને બાકીનો ભાગ તેમના સ્વામિત્વમાં - તેમનાં વેતન ઉપરાંત – સોંપી દેઈશું. આ દેશનાં રત્ન એ ક્રિયાથી આ સ્થાનમાં પ્રીતિથી આકર્ષાશે, સંસ્કારી થશે, મૂલ્યમાં અમૂલ્ય થશે, અને દેશને લક્ષ્મીમાન, કલાવાન વિદ્યાવાન અને રાજકીય વિષયોમાં અપ્રતિહત કરશે. એમની પ્રજા શરીરે અને બુદ્ધિમાં સુન્દર અને સમર્થ થશે. તેમનાં દૃષ્ટાંત પ્રત્યક્ષ કરનાર સંસારીયોની સંખ્યા વધતી જશે તેમ તેમ આપણા સર્વ લેાક એવી પ્રજાના ફાલને આ દેશની વાડીએામાં ને ક્ષેત્રમાં પોષતા જશે, સ્વતંત્રતાથી, સ્વાસ્થ્યથી, અતિથિયોના સમાગમથી, આપણા આશ્રમીયો સાધુતાને પામશે અને આ સ્થાનની સાધુતાના દીવાઓ આર્ય સંસારમાં, ઇંગ્રેજોમાં, અને આ દેશની અન્ય વર્ણોમાં પોતાની જ્યોત પ્રકટશે ! અને સાધુતાની એ સર્વવ્યાપિની હુતાશનીની આશપાશ નવા પ્રકાશ, નવા આનન્દ, અને નવા મેળા એકરંગે જામશે. આપણા લોક અશ્વત્થામાએ ગુંથેલી અનેક ધર્મની જાળમાં ગુંચવાયા છે ને “સંપ” અને “ઐક્ય” અને “દેશાભિમાન” અને “જાત્યભિમાન” અને “સુધારા” નાં નામની માયાથી લોભાઈ અનેક વિગ્રહમાં પડે છે, પણ એ સર્વે માયાની કમાનો અહંતા અને મમતાની શક્તિથી બંધાઈ છે. મનુષ્યો પોતપોતાનાં સંસ્કાર અને સામર્થ્ય સાથે આણી અવતરે છે તે જાણ્યાથી તેમને પરિપાક આપવામાં સુલભતા આવે છે તેમજ આપણી જાતિઓ અને ] અાપણા દેશે આપણામાં અનેક યુગથી, અનેક પ્હેડીયોથી અને અનેક માર્ગોથી, જે શક્તિઓ અને સંસ્કાર આપણામાં ભર્યાં છે અથવા