પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

છે; પિતા પુત્રને નીશાળે મોકલે ને તેને રડતો દેખી દયાળુ મા તેને ઘરમાં સંતાડી રાખે તેમ. પણ અંતે ચાલશે પિતાનું, અને ઈંગ્રેજોમાંના ઉદાત્ત વર્ગમાં એ પિતૃબુદ્ધિ અને પિતૃપ્રયત્ન દેખાય છે તેનો અધિકાર અમારી બુદ્ધિમાતા મોડી વ્હેલી સ્વીકારશે.

ચંદ્ર૦ – “તમારી ઉદયદશા એમ બેસી ચુકી હોય તો એની ગતિ કેણી પાસ થતિ તમે દેખો છો ?”

પ્રવી૦ – “સન ૧૮૭૧થી પ્રશિયાના રાજ્યભેગાં જર્મનીનાં ન્હાનાં રાજ્યો જોડાયાં છે તે દિશામાં અમારી ગતિ થશે.*[૧] અમે અમારાં ઘર ઘરની અંદરથી સંભાળી રાખીશું તેમાં સરકાર આશ્રય આપશે ને વચ્ચે નહી પડે, અને સરકાર પરરાજ્યો સાથે યુદ્ધકાળના વિગ્રહ માંડશે અથવા શાંતિકાળની રાજનીતિના ઘોડાઓની સરતમાં પડશે તેમાં અમારા રાજાઓ તેમના માંડલિકરૂપે સહાયભૂત થશે અને એ કળાઓના અનુભવી થશે. ન્હાનાં રાજયોની હુંફથી જર્મનીનો મહારાજ ફ્રાંસને હંફાવે છે તેમ અમારી હુંફથી ઈંગ્રેજી રાજ્ય રશિયાને હંફાવશે. તમો પ્રજાવર્ગને પરદેશી ગણી સરકાર તમારો અવિશ્વાસ કરે છે ને તમારા હાથમાં શસ્ત્રની છાયા દેખી ભડકે છે તેજ સરકાર અમારો વિશ્વાસ કરશે ને પોપટ કાગડાઓની bad companyમાં ભળ્યો હતો તેમ અમે તમારા સંગમાં


  1. *The Constitution of the German Empire bears date April 16th, 1871. By its terms, all the States of Germany 'form an eternal union for the protection of the realm and the care of the welfare of the German people.' The supreme direction of the military and political affairs of the Empire is vested in the King of Prussia, who, in this capacity, bears the title of Deutscher Kaiser. According to Art. II of the Constitution, 'the Emperor represents the Empire internationally, and can declare war, if defensive, and make peace, as well as enter into treaties with other nations, and appoint and receive ambassadors. To declare war, if not merely defensive, the Kaiser must have the consent of the Bundesrath, or Federal Council in which body, together with the Reichstag, or Diet of the Realms, are vested the legislative functions of the Empire. The Emperor has no veto on laws passed by these bodies, The Bundesrath represents the individual States of Germany, and the Reichstag the German nation, The 58 members of the Bundesrath are appointed by the Governments of the individual States for each session, while the members of the Reichstag, 397 in number ( about one for every 124,505 inhabitants ), are elected by universal suffrage and ballot, for the term of five years. By the law of March 19th, 1888,which came into force in 1890, the duration of the legislative period is five years.-The Statesman's Year Book, 1896.