પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭

સ્વાર્થી ઈચ્છાઓનું અનુસરણ કરવા અમને આજ્ઞા કરવા જેટલી છાતી ચક્રવર્તીના અધિકારીઓ નહી ચલવે; એટલુંજ નહી, પણ આવો પ્રસંગ આવશે તો સરકારી અધિકારીઓની સર્વ આજ્ઞાઓ અમારે પ્રજા પાસે પ્રકડ કરવી પડશે અને તેમ થશે એટલે જે ગુપ્ત ડબાણ અને અવ્યવસ્થાની દેશી રાજ્યો ફરીયાદ કરે છે તે દૂર થશે. આટલો પુરુષપ્રયત્ન તો અમારામાં અમારાપણું હશે તો અમે સ્વાશ્રયથી કરી શકીશું. એમાં તો અમારાં હૃદય શીવાય બીજો શત્રુ અમને નડે એમ નથી. જયારે અમારી આ અવસ્થા થશે ત્યારે સરકારનાં Responsible Government વાળાં Colonies-*[૧]કરતાં પણ અમારી સારી અવસ્થા થશે – કારણ સરકાર એ સંસ્થાન ઉપર Vetoing power રાખે છે તેવો અમારા ઉપર રાખવાનું બીજ એમના હાથમાં નથી.”

“અમે ઈગ્લાંડનાં એક જાતનાં સ્વરાજસત્તાક – colonies – સંસ્થાન – છીએ.”

“યુનાiટેડ સ્ટેટ્સનાં સર્વતઃ પ્રજાસત્તાક અવયવો જેવાં ઈંગ્રેજનાં અવયવો દેશી રાજ્યો થઈ શકે એમ નથી; કારણ રાજાઓનો અભાવ થાય તો તેમને સ્થાને ઈંગ્રેજી જ રાજ્ય થાય – તેમની પ્રજાને ઇંગ્રેજો સત્તા આપે એવું સ્વપ્ન વર્તમાનમાં થાય એમ નથી. શંકરશર્માના વર્તારામાં આટલો અંશ સ્વપ્નાંશ છે.”

“જર્મનીના મહારાજ્યનાં અવયવો પેઠે રાજસત્તાક સંસ્થાનો થવાનો લાભ આપણે રાખીયે તો તે ઇંગ્રેજને વધારે અનુકૂળ છે. જર્મન મહારાજ સ્વેચ્છાથી એ અવયવોને યુદ્ધમાં અને યુદ્ધાદિના ખરચમાં ખેંચી શકેછે તેવો વ્યવહાર આપણે શિર વાપરવા ઈંગ્રેજને અધિકાર નથી. આપણે ચક્રવર્તીની પાછળ – આપણી શક્તિ અને ઈચ્છા હોય તો – જઈયે. પરરાજ્યો સાથે સંબંધ રાખવાનો આપણો અધિકાર


  1. *The Colonies proper form three classes :–(1) The Crown Colonies, which are entirely controlled by the home government; (2) those possessing representative Institutions, in which the Crown has no more than a veto in legislation, but the home government retains the control of public officers ; and (3) those possessing Responsible Government, in which the home government has no control over any public officer, though the Crown appoints the Governor and still retains a veto on legislation.
    The total expenditure of the Mother country in connection with the Colonies (exclusive of India) amounts to about 2 million sterling annually, mainly for military and naval purposes.
    The Statesman's Year Book, 1896