પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
વિદ્યાભ્યાસ


મહાદેવભાઈ કહે છે કે, “ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને અને ગાંધીજીને બંનેને લજવે.” સૌ જાણે છે કે સરદારે ગાંધીજીને લજ્જા પામવાનું જરાયે કારણ આપ્યું નથી, એટલું જ નહીં પણ પોતાના શિષ્યત્વને શોભાવ્યું છે.

કરમસદની શાળાના મહેતાજીને પોતાના જે વિદ્યાર્થીઓ સાત ચોપડી પાસ થાય તે બધાને સીનિયર ટ્રેન્ડ માસ્તર બનાવવાની ભારે હોંશ હતી. પણ સરદારમાં નાનપણથી જ, જોકે કોઈનું પણ પ્રોત્સાહન કે પ્રેરણા નહોતી છતાં, મોટા માણસ થવાની ભારે મહત્ત્વાકાંક્ષા હતી. અને તે વખતે મોટા માણસ થવું એટલે વકીલ કે બૅરિસ્ટર થવું. સાત ચોપડી ભણી રહ્યા તે વખતે વકીલ કે બૅરિસ્ટર થવાનો સ્પષ્ટ ખ્યાલ તેમના દિલમાં ઉદય ન પણ પામ્યો હોય. પણ કોઈ પણ રીતે આગળ અંગ્રેજી ભણવું એ તો મનમાં નક્કી હતું. ગામમાં અંગ્રેજી નિશાળ નહોતી. વિઠ્ઠલભાઈ અંગ્રેજી ભણવા મોસાળમાં નડિયાદ રહેતા જ. બીજા છોકરાને પણ મોસાળ મોકલવો એ પિતાશ્રીને ઠીક નહીં લાગ્યું હોય. એટલે અંગ્રેજી ભણવાનો મનસૂબો શી રીતે પાર પાડવો એના વિચારમાં ને વિચારમાં સરદાર કરમસદમાં ચાર છ મહિના રખડવા લાગે છે. એટલામાં ત્યાં ત્રણ ધોરણ સુધીની એક ખાનગી અંગ્રેજી નિશાળ નીકળી, તેમાં દાખલ થયા અને ત્રણ અંગ્રેજી ત્યાં ભણ્યા. તે વખતે એમની ઉમર સત્તર વર્ષની હશે.

પછી આગળ ભણવા માટે પેટલાદમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીની નિશાળ હતી તેમાં દાખલ થયા. ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ ક્લબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવતો અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમતા.

પોતાના વિદ્યાભ્યાસનો કાળ કેવો ગરીબાઈમાં અને સાદાઈમાં ગાળ્યો છે તેનો એક દાખલો અહીં જ આપી દઉં. નડિયાદમાં એક વખત એમની સાથે મારે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં જવાનું થયેલું. આખો દિવસ વાતોચીતો અને ચર્ચાઓમાં ગાળ્યો. સાંજે મને કહે, ચાલ ફરવા, વાળુની થોડી વાર હતી અને ફર્યા વિના તો એમને ચેન ન પડે. બહાર ન જવાનું હોય તો ઘરમાં આંટા માર્યા જ કરે એ એમની ટેવ છે. વિદ્યાલયની આગળના નેળિયામાંથી વાતો કરતા ચાલતા ચાલતા રેલવે ક્રૉસિંગ આગળ અમે પહોંચ્યા ત્યારે મને કહે: “હું નડિયાદમાં જ્યારે મોસાળમાં રહેતો ત્યારે કોઈ વાર કરમસદમાં જાઉં ત્યારે મારાં દાદીમા મને અહીં સુધી મૂકવા ઓવતાં. નડિયાદથી આણંદ રેલવે હતી પણ કરમસદ જવામાં અમે કદી રેલગાડીનો ઉપયોગ ન કરતા. ઘેરથી નીકળું ત્યારે ખાવાનું લેવા માટે બે ચાર આના આપે પણ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ