પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
સરદાર વલ્લભભાઈ

કર્યો કે આ લોકોની સ્થિતિ એવી છે કે તેમની પાસેથી વેરો વસૂલ કરવઓ અશક્ય છે. લોકોની દાંડાઈ નથી પણ તેમનામાં ભરવાની શક્તિ જ નથી. જો તગાદો કરીશું તો લોકો ગામ છોડી ચાલ્યા જશે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે મામલતદારથી જુદા પડી એવો રિપોર્ટ કર્યો કે વધારાની પોલીસનાં થાણાં હજી કાયમ રાખવાં જોઈએ. કારણ : (૧) બાબર દેવા અને તેની ટોળી હજી પકડાઈ નથી; (૨) જોગણમાં થયેલા શીભાઈના ખૂનનો કોઈ પુરાવો આપતું નથી, તેથી કેસ થઈ શકતો નથી; (સરદારની ટીકા : પોલીસ ત્યાં બેઠી છે તે પુરાવા આપી શકતી નથી અને સરકાર પ્રજા પાસે પુરાવા માગે છે !) (૩) બાબરને જોગણના પાટણવાડિયા પોતાનાં ખેતરમાં આશરો આપે છે અને તેને ખાવાપીવાની મદદ કરે છે; (૪) બાબર ખડાણામાં આવે છે, છતાં એ ગામના લોકો કશી બાતમી આપતા નથી; અને, (૫) ત્યાં પોલીસનો આટલો જાપ્તો ન હોત તો ખડાણાના કેટલાયે પાટણવાડિયા બાબરની ટોળીમાં ભળ્યા હોત. આ રિપોર્ટ વાંચીને કલેક્ટરે ત્રીજો જ રિપોર્ટ કર્યો. તેણે કહ્યું : આ ત્રણ જ ગામમાં થાણાં રાખવાથી કાંઈ લાભ નથી, કારણ ત્યાંના લોકોને સજા–પોલીસના રક્ષણની કશી જરૂર નથી. પણ આખા બોરસદ તાલુકામાં ગુના ખૂબ વધ્યા છે અને બહારવટિયાની સંખ્યા પણ વધી છે, માટે તેની તજવીજ કરવી જોઈએ. અમારી અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની એક કૉન્ફરન્સ આ બાબતમાં વિચાર કરવા મળી હતી. અમે માનીએ છીએ કે આ ત્રણ જ ગામનો કંઈ દોષ નથી, તાલુકામાં એવાં ઘણાં ગામ છે જે બાતમી આપતાં નથી. પાછા એ જ કલેક્ટર સાહેબ કહે છે કે લોકો કેવળ ડરને કારણે જ ખબર નથી આપતા. કમિશનર સાહેબને પેાલીસ સુપરિન્ટેન્ડેન્ટનાં જ કારણો પાયાદાર જણાયાં અને વધુ એક વર્ષ માટે સજા-પોલીસનો દંડ પેલો બે ગામ ઉપર કાયમ રાખ્યો.”

કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની જે કૉન્ફરન્સ થઈ તેમાંથી આખા તાલુકા ઉપર સજા-પોલીસ બેસાડવાની વાત ઊભી થઈ લાગે છે. પણ આ અન્યાયી દંડ નાખતાં પહેલાં સરકારે પોતાના બચાવની પાળ બાંધવાનો એક ઉપાય કર્યો. મુંબઈ સરકારના ખબર ખાતાના વડાને આણંદ અને બોરસદ તાલુકાની મુલાકાતે મોકલવામાં આવ્યા. ત્યાર પછી થોડા જ દિવસમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' માં ત્રણ ચાર દિવસ સુધી ખેડા જિલ્લાના બહારવટિયાને લગતા લેખો આવ્યા. તેમાં લોકોનો દોષ કાઢવામાં આવ્યો. સને ૧૯૧૮માં ખેડા જિલ્લામાં ચાલેલી સત્યાગ્રહની લડતને પણ એમાં સંડોવવામાં આવી, એમ કહીને કે એ કાયદાભંગની ચળવળને લીધે જિલ્લામાં ગુનાનું પ્રમાણ વધી ગયું, સરદારે પરિષદમાં જ એનો જવાબ આપતાં જણાવ્યું કે, બોરસદ અને આણંદ તાલુકાનાં છેલ્લાં ત્રીસ વર્ષનાં ગુનાપત્રક તપાસશો તો માલૂમ પડશે કે ગાંધીજી ખેડા જિલ્લામાં રહ્યા અને સત્યાગ્રહની લડત ચાલી તે દરમિયાન જિલ્લામાં